MIPLVP ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશિઅલ વર્કના વિદ્યાર્થીઓ દ્વારા પેથાપુર સ્થિત કૈલાશધામ વૃદ્ધાશ્રમની મુલાકાત
MIPLVP ઇન્સ્ટીટ્યુટ ઓફ સોશ્યલ વર્ક, (કડી સર્વ વિશ્વવિધાલય) ના વિદ્યાર્થીઓને કોર્ષના તાલીમના પ્રયોજનથી તા. ૯/૧૧/૨૦૧૯ ના રોજ પેથાપુર સ્થિત કૈલાશધામ વૃદ્ધાશ્રમની મુલાકાત કરાવવામાં આવી. સોશ્યલ વર્કના વિદ્યાર્થીઓ સાથે કડી સર્વ વિશ્વવિધાલયના ૨૦ એલ્યુમિની પણ આ મુલકાતમાં ભાગ લીધેલ હતો.
વિદ્યાર્થીઓને આ લોકો સાથે ગુણવતા સભર સમય વિતાવવા, એમની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને પારસ્પરિક વિચારોની આપ-લે થાય તે હેતુસર આ મુલાકાત યોજવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓએ કૈલાશધામના વ્યવસ્થાપન અને માળખાનો અભ્યાસ કર્યો, ત્યાં રહેતા વૃદ્ધ લોકોનો અલગ અલગ અને વ્યક્તિગત રીતે પરસ્પર લાગણી અને વાતોની આપ-લે કરી, પરામર્શ કર્યું અને એ લોકોના અનુભવ સાંભળ્યા બાદ ત્યાનું વાતાવરણ સહાનુભૂતિશીલ બન્યું.
વૃદ્ધ લોકોના મનોરંજન માટે નાનો એવો એક ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં લગભગ બધા વૃદ્ધ લોકોએ સક્રિય રીતે ભાગ લીધો હતો. એ ઉપરાંત, ત્યાંના લોકો અને બધા મુલાકાતીઓના શારીરિક અને માનસિક હળવાશ માટે એક અસરકારક વૈજ્ઞાનિક રાહતની કસરત કરવામાં આવી જેમાં બધા સહભાગીઓના મન અને શરીરને રાહત મળી.
આ મુલાકાત અને પરામર્શથી સોશ્યલ વર્કના વિદ્યાર્થીઓને વર્તમાન સામાજિક પરિસ્થિતિની સમજણ મળી અને એ ઉપરાંત આવી પરિસ્થિતિમાં આવા લોકો સાથે કેવી રીતે વર્તન કરવું એ પણ સમજ્યા. વિશેષમાં આ મુલાકાત એ હાલની યુવા પેઢી માટેનો એક સંદેશ છે કે તેમના વૃદ્ધ પ્રિયજનોએ અત્યાર સુધી એમના જીવનમાં ઘણા બલિદાનો આપ્યા છે અને એમના કારણે તમારું જીવનનું સારી રીતે નિર્માણ થયું છે, તો હવે તેમને સારી રીતે સંભાળ લેવાની જવાબદારી તમારી છે.