ITI મણિનગર ખાતે ૧૩ ફેબ્રુઆરીના રોજ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે
અમદાવાદ જિલ્લામાં આવેલ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા, મણિનગર ખાતે તા. ૧૩/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૧૦ કલાકે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરાયું છે. જેમાં વટવા, નારોલ, લાંભા વિસ્તારની ૨૦થી વધુ ખાનગી કંપનીઓ ઉમેદવારોની પસંદગી કરવા ઉપસ્થિત રહેશે.
આ રોજગાર મેળામાં ઉપસ્થિત રહેવા ઇચ્છતા ઉમેદવારો પોતાના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલો સાથે ઔધોગિક તાલીમ સંસ્થા, મણિનગર, આર.ટી.ઓ. ( ઇસ્ટ ) ઓફિસની પાસે, મહાદેવનગર ટેકરા, વસ્ત્રાલ રોડ, અમદાવાદ ખાતે હાજર રહેવા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, મણિનગર, અમદાવાદના આચાર્યની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.