કિયારા અડવાણીની ફિલ્મી એન્ટ્રી, લગ્નમંડપમાં સિદ્ધાર્થને કરી કિસ
મુંબઈ, સાત ફેબ્રુઆરીના રોજ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ જૈસલમેર નજીક આવેલા સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા. આ કપલની તસવીરો જાેવા માટે ફેન્સ આતુર હતા.
તેમણે જ્યારે તસવીરો શેર કરી તો તેને આલિયા-રણબીરની તસવીરો કરતા પણ વધારે લાઈક્સ મળી. લગ્નની ડીટેલ્સ જાણવા માટે ફેન્સ હજી પણ આતુર છે. ફેન્સ હજી તો પીઠી, મહેંદી, સંગીત વગેરે ફંક્શનના ફોટોની રાહ જાેઈ રહ્યા છે ત્યારે સિદ્ધાર્થ અને કિયારાએ ફેન્સ માટે એક અત્યંત સુંદર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં લગ્નની ઝલક બતાવવામાં આવી છે.
કિયારા અડવાણીની એન્ટ્રીથી લઈને વરમાળા પહેરાવવા સુધી, તમામ ક્ષણ અત્યંત જાદુઈ હતી. વીડિયો જાેઈને તે જાણે કોઈ પરીકથાનો ભાગ હોય તેમ લાગી રહ્યું છે. વેડિંગ વીડિયોની શરુઆત દુલ્હનની એન્ટ્રી સાથે થાય છે.
કિયારાના ભાઈ ફૂલોથી સજાવેલી પાલખી માથા પર રાખીને તેને લાવે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અહીં તેની રાહ જાેઈને ઉભો હોય છે. કિયારા ત્યાં પહોંચીને પહેલા તો ડાન્સ કરે છે. કિયારા એટલો ડાન્સ કરે છે કે સિદ્ધાર્થ હાથમાં ઘડિયાળ જાેવા લાગે છે.
આટલુ જ નહીં, વીડિયોમાં જાેઈ શકાય છે કે પોતાના થનારા પતિનો લૂક જાેઈને કિયારા ઈમ્પ્રેસ થઈ જાય છે અને હાથથી તેને ઈશારો પણ કરે છે કે તે ખૂબ સારો લાગી રહ્યો છે. કિયારા એકદમ મસ્તીભર્યા મૂડમાં જાેવા મળી રહી છે.
મંડપમાં પહોંચીને તે સિદ્ધાર્થને ભેટે છે. ત્યારપછી બન્ને એકબીજાને વરમાળા પહેરાવે છે અને પછી તેમના પર ચારે બાજુથી ગુલાબની પાંખડીઓનો વરસાદ થાય છે અને એકબીજાને કિસ કરે છે. આ એક મેજિકલ ક્ષણ હતી. વરમાળા પહેરાવ્યા પછી બન્ને મહેમાનો તરફ જાેઈને ખુશી વ્યક્ત કરે છે. અંતમાં જાેઈ શકાય છે કે બન્ને એકબીજાની આંખમાં આંખ પરોવીને હાથ જાેડીને બેઠા છે.
આ વીડિયોને ખાસ બનાવે છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક. બેકગ્રાઉન્ડમાં શેરશાહના સુપરહિટ ગીત રાંઝાના એક અલગ વર્ઝનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શેરશાહ ફિલ્મમાં પણ આ જાેડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. વીડિયો જાેઈને ફેન્સની સાથે સેલેબ્સ પણ પ્રેમ વરસાવી રહ્યા છે.
નેહા ધુપિયા, મીરા રાજપૂત, નીતૂ કપૂર, કરિશમા કપૂર, કરણ જાેહર, મનિષ મલ્હોત્રા, ગૌહર ખાન, બી પ્રાક, સિદ્ધાંત કપૂર, કંગના રનૌત, નીતિ મોહન, અનન્યા પાંડે, જૂહી ચાવલા સહિત અનેક હસ્તીઓએ કમેન્ટ સેક્શનમાં વીડિયોના વખાણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે લગ્નના દિવસે કિયારા અડવાણીએ મનિષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ પિન્ક કલરનો લહેંઘો પહેર્યો હતો.
સિધ્ધાર્થ મલ્હોત્રાએ પણ આઈવરી શેરવાની પહેરી હતી. તેમાં ગોલ્ડ ઝરદોસી અને બાદલાનું કામ કરવામાં આવ્યુ હતું. સિદ્ધાર્થના આઉટફિટ્સ પણ મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યા હતા. નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં તેમણે લગ્ન કર્યા હતા.SS1MS