અંકલેશ્વરની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ લાગતાં સમગ્ર પ્લાન્ટ જમીનદોસ્ત
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર GIDCની ખ્વાજા ચોકડી નજીક આવેલ અર્થવ એન્ટરપ્રાઈઝ કંપનીમાં મોડી રાત્રિએ કોઈક કારણોસર પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી.ભયંકર આગના પગલે અંકલેશ્વર ડીપીએમસી, પાનોલી ,ઝઘડીયા સહિત અંકલેશ્વર અને ભરૂચ પાલિકા મળી ૧૫ ઉપરાંત ફાયરબંબા દોડી આવ્યા હતા અને ફાયર ફાયટરોએ સતત પાણી અને ફોમનો મારો ચલાવી કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.જાેકે આગમાં.સદ્દનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ સમગ્ર પ્લાન્ટ જમીન દોસ્ત થઈ જતાં લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું હતું.
અંકલેશ્વર GIDCની ખ્વાજા ચોકડી નજીક સોલ્વન્ટ ડિસ્ટીલેસન્સ કરતી અર્થવ એન્ટરપ્રાઈઝ કંપની આવેલ છે.જેમાં મોડી રાત્રિએ એકાએક પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી.જેને લઈ કંપનીના કામદારો સહીત આસપાસની કંપનીના માલિકો અને કામદારોની ચિંતામાં વધારો કર્યો હતો. આગે એકાએક વિકારણ સ્વરૂપ ધારણ કરી લેતા અંકલેશ્વર DPMC ફાયર વિભાગ,ભરૂચ અંકલેશ્વર પાલિકા, પાનોલી અને ઝઘડિયા સહીત આસપાસની કંપનીના મળી ૧૫ ઉપરાંત ફાયરબંબા દોડી આવ્યા હતા.અંદાજિત ૧૫ ઉપરાંત ફાયરબંબા દોડી આવતા જીઆઈડીસી વિસ્તાર ફાયરબંબાના સાયરનથી ગુંજી ઉઠ્યું હતુ.ઘટનામાં ફાયરફાયટરોએ અંદાજિત ૪ કલાકની ભારે જહેમત બાદ પાણી અને ફોમનો મારો ચાલવી આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી.
જાેકે આગની ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાનિ નહિ સર્જાતા આસપાસના ઉદ્યોગકારો અને તંત્રે રાહતનો શ્વાસ લેધો હતો.પરંતુ સમગ્ર કંપની સંપૂર્ણ બળીને ખાખ થઈ જતા પ્લાન્ટનો કેટલોક ભાગ મુખ્ય માર્ગ પર પડ્યો હતો.જેના પગલે બાજુ માંથી પસાર થતા વીજ વાયરો ઉપર પડતાં વાયરો તૂટી જતાં સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આગ કેવી રીતે લાગી તે દિશામાં ફેકટરી ઈન્સ્પેકટર,જીપીસીબી સહિતના વિભાગો તેમજ અન્ય વિભાગો દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.