Western Times News

Gujarati News

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો સૌથી મોટો લાભ રાજસ્થાનને થશે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના પ્રથમ ફેઝનું ઉદ્‌ઘાટન-૯ વર્ષથી અમે લોકો આધારભૂત માળખા પર ખુબ રોકાણ કરી રહ્યાં છીએ, આ રોકાણનો ખુબ મોટો લાભ રાજસ્થાનને મળવાનો છે: વડાપ્રધાન

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના દિલ્હી-દૌસા-લાલસોટ ખંડ રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. Among the key projects that will be dedicated to the nation in Duasa is the Delhi – Dausa – Lalsot section of Delhi Mumbai Expressway. This project will greatly reduce travel time.

એક્સપ્રેસ-વેના પ્રથમ તબક્કાનું ઉદ્‌ઘાટન કર્યાં બાદ પ્રધાનમંત્રીએ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા ૯ વર્ષથી અમે લોકો આધારભૂત માળખા પર ખુબ રોકાણ કરી રહ્યાં છે. આ રોકાણનો ખુબ મોટો લાભ રાજસ્થાનને મળવાનો છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે આજે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના પ્રથમ તબક્કાને રાષ્ટ્રને સમર્પિત કરતા મને ખુબ ગર્વ થઈ રહ્યો છે. આ દેશના સૌથી મોટા અને સૌથી આધુનિક એક્સપ્રેસવેમાંથી એક છે. આ વિકસિત ભારતની વધુ એક ભવ્ય તસવીર છે. હું દૌસાવાસીઓ અને દેશવાસીઓને શુભેચ્છા આપુ છું.

આ વર્ષે બજેટમાં અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૧૦ લાખ કરોડ રૂપિયાની જાેગવાઈ કરી છે. આ રકમ ૨૦૧૪ની રકમ કરતા પાંચ ગણી છે. આ રોકાણથી રાજસ્થાનને ખુબ ફાયદો થવાનો છે.

પ્રધાનમંત્રીએ દૌસામાં ૧૮,૧૦૦ કરોડ રૂપિયા કરતા વધુના ખર્ચની રોડ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કર્યું છે. તેમણે ક હ્યું કે, જ્યારે આવા આધુનિક રસ્તા, આધુનિક રેલવે સ્ટેશન, રેલવે ટ્રેક, મેટ્રો અને એરપોર્ટ બને છે તો દેશની પ્રગતિની ગતિ મળે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થનાર રોકાણ, તેનાથી વધુ રોકાણને આકર્ષિત કરે છે. કેન્દ્ર સરકાર સતત આંતરમાળખા પર ખુબ મોટું રોકાણ કરી રહી છે.

પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે અને વેસ્ટર્ન ડેડિકેટિડ ફ્રાઇટ કોરિડોર, આ રાજસ્થાનની, દેશની પ્રગતિને બે મજબૂત સ્તંભ બનાવવાના છે.

આ પ્રોજેક્ટ, આવનારા સમયમાં રાજસ્થાન સહિત આ ક્ષેત્રની તસવીર બદલવાના છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો દિલ્હી-દૌસા-લાલસોટ ખંડ ૨૪૬ કિલોમીટર લાંબો છે, જેને ૧૨૧૫૦ કરોડ રૂપિયા કરતા વધુ ખર્ચથી વિકસિત કરવામાં આવ્યા છે. આ ખંડ લાગૂ થવાથી દિલ્હીથી જયપુરની યાત્રાનો સમય પાંચ કલાકથી ઘટીને લગભગ સાડા ત્રણ કલાક રહી જશે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે, જેની કુલ લંબાઈ ૧,૩૮૬ કિ.મી. તેના નિર્માણ સાથે, દિલ્હી અને મુંબઈ વચ્ચેની મુસાફરીનું અંતર ૧૨ ટકા ઓછું થઈ જશે. મુસાફરીના સમયમાં પણ ૫૦ ટકાનો ઘટાડો થશે.

પહેલા જ્યાં મુસાફરીમાં ૨૪ કલાકનો સમય લાગતો હતો, હવે ૧૨ કલાકનો સમય લાગશે. આ એક્સપ્રેસ વે છ રાજ્યો – દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે અને કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોને જાેડશે.

કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું કે પીએમ મોદીનું સપનું હતું કે જાે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હશે તો દેશને તાકાત મળશે અને તે સપનું સાકાર કરીને અમે આ એક્સપ્રેસ વે બનાવ્યો છે. તેમણે કહ્યું કે મને આશા છે કે ૨૦૨૪ સુધીમાં અમે ભારતના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અમેરિકાની જેવુ બનાવવાનો પ્રયાસ કરીશું.

ગડકરીએ કહ્યું કે, અમે એક્સપ્રેસ વેમાં દરેક હાઇટેક ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે અને અમે આર્ત્મનિભર ભારત બનાવવાના સપનાને સાકાર કરવા માટે રોડ મેનેજમેન્ટને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છીએ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હું હજારો અધિકારીઓ, એન્જિનિયરો અને કારીગરોનો આભાર માનું છું જેમણે આ એક્સપ્રેસ વે બનાવવા માટે સખત મહેનત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.