વિરપુરના કુંભરવાડી ગામે ભારે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે બેનાં મોત એક ગંભીર
વિરપુર: મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના કુંભરવાડી ગામે વિરપુર લીંબડીયા રોડ પર બે બાઈક સામસામે અથડાતાં ભારે અકસ્માત સર્જાયો હતો જેમાં કુભરવાડી ગામનો એક વ્યક્તિ અને ઈશરોડા ગામનો એક વ્યક્તિનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુકેશભાઈ ગલાભાઈ માલીવાળ તેમનું બાઈક લઈ લીંબડીયા બાજુ જઈ રહ્યા હતા
તે અરસા મા નરેશ ભાઈ સૂખા ભાઈ પગી અને તેમની પાછડ બેસેલ મનુ ભાઈ મોતી ભાઈ સામે ની સાઇડ થી બાઈક લઈ ને આવી રહ્યા હતા તે દરમ્યાન બંને બાઈક સામ સામે અથડાતા બંને બાઈક સવાર ને માથા અને શરીર ના અન્ય ભાગે ગમ્ભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર જ મ્રુત્યુ પામેલ હતા જયારે પાછળ બેઠેલ મનુભાઈ મોતીભાઈ ને માથા અને શરીરના અન્ય ભાગોમાં ભારે ઈજા પહોંચતા મોડાસા એઇમ્સ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામા આવેલ છે તેમની હાલત પણ ગમ્ભીર છે .જયારે બંને મ્રુતદેહ ને વધુ તપાસ માટે પી એમ માટે વિરપુર સી એચ સી ખાતે લઈ જવામાં આવેલ હતી.