ચારધામમાં વીઆઈપી દર્શન માટે ચાર્જ લાગુ કરવા વિચારણા
દહેરાદૂન, ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા દરમિયાન આ વખતે નવા નિયમ બદલાઈ શકે છે. વીઆઈપી દર્શન માટે ચાર્જ લાગુ થઈ શકે છે. સામાન્ય લોકો માટે ટોકન વ્યવસ્થા સાથે જ અન્ય કેટલાક નિયમોમાં પરિવર્તન પર વિચાર ચાલી રહ્યો છે. આ માટે બીકેટીસીની ચાર ટીમો અલગ-અલગ મંદિરોમાં અભ્યાસ માટે ગઈ છે. આ ચારેય ટીમ તિરુપતિ વેંકટેશ મંદિર આંધ્ર પ્રદેશ, મહાકાલેશ્વર મંદિર ઉજ્જૈન, વૈષ્ણોદેવી મંદિર જમ્મુ કાશ્મીર અને સોમનાથ મંદિર ગુજરાતની વ્યવસ્થા સાથે વાતચીત કરશે. તમામ વાતોના અભ્યાસ બાદ બીકેટીસી અને શાસન સ્તર પર વ્યવસ્થાઓને બદલવા પર વિચાર કરવામાં આવી શકે છે.
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ૪ એપ્રિલ મહિનાથી શરૂ થઈ રહી છે પરંતુ ભીડની વધુ સંખ્યાને જાેતા તંત્ર અને બીકેટીસી સ્તર પર વ્યવસ્થામાં પરિવર્તન કરવા મુદ્દે વિચાર કરી રહી છે, જાણકારી અનુસાર આ વખતે વીઆઈપી દર્શન માટે ચાર્જ લાગુ થઈ શકે છે. સાથે જ અન્ય ઘણી વ્યવસ્થામાં પરિવર્તન કરવામાં આવી શકે છે. આ માટે શ્રી બદ્રી કેદારનાથ સમિતિની ૪ ટીમ દેશના પ્રતિષ્ઠિત ધાર્મિક સ્થળોના અભ્યાસ માટે રવાના થઈ ચૂકી છે. જેમાં એક ટીમ તિરુપતિ વેંકટેશ મંદિર આંધ્ર પ્રદેશ ગઈ છે, બીજી ટીમ વૈષ્ણો દેવી મંદિર જમ્મુ કાશ્મીર અને ત્રીજી ટીમ મહાકાલેશ્વર મંદિર ઉજ્જૈન ગઈ છે, જ્યારે ચોથી ટીમ સોમનાથ મંદિર ગુજરાતમાં તંત્ર સાથે વાતચીત કરશે.
આ ચારેય ટીમો આ ચારેય પ્રતિષ્ઠિત ધાર્મિક સ્થળોમાં વ્યવસ્થાઓને જાેશે, સાથે જ વીઆઈપી દર્શન માટે ત્યાં શું વ્યવસ્થા છે, તેની પર ત્યાંના વહીવટીતંત્ર સાથે વાતચીત કરશે. આના રિપોર્ટ બાદ ઉત્તરાખંડમાં ચારેય ધામોમાં અમુક વ્યવસ્થામાં પરિવર્તન કરવામાં આવી શકે છે. સાથે જ વીઆઈપી દર્શન માટે પણ ચાર્જ લગાવવામાં આવી શકે છે. એક તરફ તીર્થ પુરોહિતોનું કહેવુ છે કે વ્યવસ્થા બીકેટીસીના માધ્યમથી બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં કરવામાં આવે છે, પરંતુ અગાઉ પણ ઘણીવાર બીકેટીસીની કેટલીક ટીમો આ પ્રકારના અભ્યાસ કરી ચૂકી છે, પરંતુ આનો કંઈ ફાયદો થયો નહીં.
એટલુ જ નહીં પુરોહિતોનું એ પણ કહેવુ છે કે ભગવાનના દરબારમાં વીઆઈપી દર્શન જેવી બાબતોનો કોઈ અર્થ નથી, કેમ કે ઉત્તરાખંડના ચારધામ લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે, દરમિયાન અતિ વિશિષ્ટ લોકોને અલગથી સુવિધા આપવી યોગ્ય નથી. તીર્થ પુરોહિતો અનુસાર શ્રી બદ્રી કેદારનાથ સમિતિને સ્થાનિક લોકો અને તીર્થ પુરોહિતો સાથે આ સંબંધિત વાત કરવી જાેઈએ, જેથી ત્યાં વ્યવસ્થાઓને વધુ શ્રેષ્ઠ કરી શકાય.SS2.PG