પંચમહાલ જિલ્લામાં હોળી નજીક આવતા જ વૃક્ષો પર કેસુડો સોળે કળાએ ખીલી ઉઠ્યો
(પ્રતિનિધિ)ગોધરા, માહ મહિનાની શરૂઆત સાથે ગોધરા તાલુકા સહિત પંચમહાલ જિલ્લામાં કેસુડાના વૃક્ષ પર કેસુડાના ફૂલો ખીલી ઉઠ્યા,જેમ જેમ હોળીના દિવસો નજીક આવતા જાય તેમ તેમ કેસુડાના ફૂલ ખીલતા જાેવા મળ્યા છે. માહ મહીનાની શરૂઆત થતાં જ ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ સમગ્ર પંચમહાલ જિલ્લામાં કેસુડાના વૃક્ષો પર કેસુડો ખીલવા લાગેલો જાેવા મળવાની સાથે કેસુડા પર ફુલ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને ફાગણ માસ આવતા કેસુડો ફુલોથી ખીલી ઉઠશે.
અગાઉના સમય હોળી ધૂળેટીના તહેવાર પર કેસુડાના ફુલનો રંગ બનાવીને ધૂળેટીનો તહેવાર મનાવાતા હોવાનું વૃદ્ધોમાંથી જાણવા મળે છે વૃદ્ધોનું કહેવુ છેકે અત્યારના આધુનિક જમાનામાં જે રંગ બજારોમાં વેંચાય છે તે રંગ કેમીકલથી બનાવેલો આવતો હોવાથી શરીરને નુકસાન પહોંચતું હોય છે અને તે કેમિકલ યુક્ત રંગથી આંખને પણ નુકસાન થવાનો ભય રહેતો હોય છે.
પરંતુ કેસુડાના ફુલ કે તેના રંગથી કોઈ નુકસાન થતું ન હોવાનું વૃદ્ધોમાંથી કહેવાય છે કે કેસુડો કુદરતી વનસ્પતિ છે અને તેના ફુલ કુદરતી રીતે આવતા હોય છે જેથી કુદરતે બનાવેલી વનસ્પતિ અનેક રીતે ઉપયોગમાં આવતી હોય છે એ જ પ્રકારે કેસુડાના ફુલ પણ ધૂળેટીના તહેવારમાં રંગમાં ઉપયોગી આવતા હોય છે જેના કારણે અગાઉના સમયમા હોળી ધુળેટીના તહેવારો પર કેસુડાના ફુલનો ક્લર બનાવીને ધૂળેટીનો તહેવાર મનાવામા આવે છે.તેમજ ઉનાળામાં તાપથી અને ગરમીથી લુ લાગવાના અનેક લોકો બીમાર પડતા હોય છે. ત્યારે આ કેસુડાના ફૂલનો પણ ઉપયોગ કરીને લોકો બીમારી થી બચે છે.