પ્રાણી માત્રમાં પ્રભુ સમજી કરુણા પ્રગટાવીએઃ રામજીબાપા
મોટી ઇસરોલ ગામે સમાજવાડીમાં પધારી પંખીઘર માટે જગ્યા પસંદ કરી આશીર્વાદ આપ્યા
(પ્રતિનિધી) મોટી ઇસરોલ, મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે પૂજ્ય સંત રામજીબાપા ધોલવાણીવાળાએ મોટી ઇસરોલ ગામે સમાજવાડીમાં પધારીને પંખીઘર માટે જગ્યા પસંદ કરી આશીર્વાદ આપ્યા હતા અને સૌ ગ્રામજનોએ બસ સ્ટેન્ડેથી વાજતેગાજતે સંતનું સામૈયું કરી ગામમાં શોભયાત્રામાં કાઢી હતી.આખોય માહોલ ભક્તિમય બની ગયો હતો.આબાલવૃદ્ધ સૌએ રામજી બાપાનું ઉમળકાભેર અને હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું.
રવિવારે જીતપુર ગામે યોજાયેલ સત્સંગ મેળાવડાની પૂર્ણાહુતિ પછી પૂ.રામજીબાપાએ મોટી ઇસરોલ ગામમાં નવી બની રહેલી સમાજ વાડીમાં પધારવા આગેવાનોએ આપેલું આમંત્રણ સ્વીકારતા ગામમજનોમાં આનંદ ઉલ્લાસ છવાઈ ગયો હતો. અહીં સમાજવાડી ખાતે પૂ .રામજીબાપાનું સન્માન કરી પૂજન અર્ચન આરતી કરી રીતસર સત્સંગ મેળાવડા જેવો માહોલ નિહાળીને પૂજ્ય બાવજીએ અહીં સત્સંગ પ્રવચનમાં જણાવ્યું કે મોટી ઇસરોલમાં પંખીઘર બનાવવાનો ર્નિણય ઉત્તમ છે,પંખીઘર પંખીઓનો રેન બસેરો છે,પ્રાણી માત્રમાં પ્રભુ સમજી કરુણા પ્રગટાવીએ અને પૂ.જેસિંગબાપાની પ્રતિમા પણ અહીં સ્થાપિત કરવાનો ગામનો ઉમદા વિચાર સંતો.મહંતો અને આપણી સંસ્કૃતિ તેમજ આપણી ધરોહરને ઉજાગર કરશે, આવા પુણ્યકાર્યને સફળતા મળવાની જ છે, સૌનું કલ્યાણ થાવ એજ આશીર્વાદ.એમ જણાવી અમૃત વચનો સાથે આશિર્વાદ આપ્યા હતા.
સામૈયું કરવાથી માંડી લગભગ એક કલાક અમૂલ્ય સમય આપીને પધારેલા પૂ.રામજીબાપાએ આ સ્થળે ગામલોકોએ શ્રીમદ્દ જેસિંગબાપાની પ્રતિમા સ્થાપિત કરવાના અને ઊંચું પંખીઘર બનાવવાના ગામલોકોના સંકલ્પને પાર પાડવા આશીર્વાદ આપ્યા હતા અને જગ્યા ઉપર જઈને પંખીઘર માટેનું સ્થાન પણ પસંદ કર્યું હતું. ગામના આગેવાનોએ આપેલું આમંત્રણ સ્વીકારીને અહીં પધારેલા પૂજ્ય રામજીબાપાએ આખું ગામ ઉમટેલું જાેઈને ગદગદિત થાય હતા અને સત્સંગ કર્યો હતો.અને ગામના આબાલ વૃદ્ધ સૌ કોઈએ આ ધન્ય ઘડીને વધાવી લઈ ધન્યતા અનુભવી હતી.