હરેન પંડયા હત્યા કેસમાં ૧૦ દોષિતોની સજા સુપ્રીમે યથાવત રાખી
નવીદિલ્હી, ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડયાની હત્યાના મામલામાં સુપ્રીમ કોર્ટે ૧૦ આરોપીઓને દોષિત ઠેરવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. આ કેસમાં દોષિતોના આરોપથી દાખલ કરવામાં આવેલ પુર્નવિચાર અરજીઓને રદ કરતા સુપ્રીમ કોર્ટે આ નિર્ણય સંભાળ્યો છે.એ યાદ રહે કે વર્ષ ૨૦૦૩માં ગુજરાતના તે સમયના મંત્રીની હત્યા કરી દેવામાં આવી હતી.
આ કેસમાં દોષિત ઠેરવવામાં આવેલ ૧૨ લોકોમાંથી ૧૦એ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા અને વિનીત સરનની બેંચે આ અરજીને રદ કરી દીધી બેંચે પોતાના નિર્ણયમાં કહ્યું કે અમે પુનર્વિચાર અરજીઓને જાઇ અને અમે માનીએ છીએ કે જે આદેશની સમીક્ષાની અપીલ કરવામાં આવી હતી તેમાં કોઇ રીતની ભુલ નથી જેના માટે પુનર્વિચાર કરવામાં આવે આથી પુર્નવિચાર અરજી રદ કરવામાં આવે છે.
એ યાદ રહે કે ૨૬ માર્ચ ૨૦૦૩ના રોજ અમદાવાદમાં પંડયાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી સીબીઆઇ અનુસાર ૨૦૦૨ના ગુજરાત તોફાનોનો બદલો લેવા માટે પંડયાની હત્યા કરી દેવામાં આવી હતી આ વર્ષ જુલાઇમાં નીચલી કોર્ટના નિર્ણયને બહાલ કરતા સુપ્રીમ કોર્ટે ૧૨ લોકોને દોષિત ઠેરવ્યા હતાં મામલામાં અસગર અલી, મોહમ્મદ રઉફ, મોહમ્મદ પરવેજ અબ્દુલ કયુમ શેખ પરવેજ ખાન પઠાણ, મોહમ્મદ ફારૂક , શાહનવાજ ગાંધી કલીમ અહમદા રેહાન પુથવાલા મોહમ્મદ રિયાજ સરેસવાલા અનીજ માચિસવાલા મોહમ્મદ યુનુસ સરેસવાલા અને મોહમ્મદ સૈફુદીનને દોષિત ઠેરવવામાં આવ્યા હતાં.