રાજસ્થાન વનવાસી કલ્યાણ આશ્રમ કોટડા ખાતે વિકલાંગ કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ભારત વિકાસ પરિષદ હિંમતનગર આયોજિત વિકલાંગ કેમ્પ રાજસ્થાનના છાવણી કોટડાના રાજસ્થાન વનવાસી કલ્યાણ આશ્રમ ખાતે તારીખ ૧૨- ૨- ૨૦૨૩ ના રોજ સવારે ૧૦ઃ૦૦ વાગ્યે યોજાયો હતો. આ કેમ્પમાં કુલ ૧૫૦ દર્દીઓની નોંધણી થઈ હતી. જેમાંથી મેડિકલ ધોરણ અનુસાર ૧૧૩ દર્દીઓ નિશુલ્ક વિકલાંગ કેમ્પ અંતર્ગત બગલ ઘોડી, સ્ટિક, કૃત્રિમ હાથ પગ, કેલીપર્સ,, ટ્રાઇસિકલ, લેવા માટે પાત્ર ઠર્યા હતા. જે પૈકી ૪૬ જરૂરીયાત મંદોને તત્કાલ જ વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે બાકીનાઓને અગાઉના દિવસોમાં જરૂરી સાધન સહાય પહોંચાડાનાર છે.
આ પ્રસંગે દર્દીઓ તથા સાથે આવનાર માણસો માટે ચા પાણી જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેમ્પમાં મુખ્યદાતા શ્રી પ્રવીણભાઈ એન. પટેલ એરોલેમ લિમિટેડ. દલપુર (હિંમતનગર),તથા શ્રી મનુભાઈ એ. પટેલ અમીધારા ટ્રસ્ટ ફતેપુરા (હિંમતનગર) ઉપસ્થિત રહ્યા હતા. તથા કેમ્પની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ હિંમતનગર શાખાના પ્રમુખ શ્રી પરીક્ષિતભાઈ વખારીયા, મંત્રી શ્રી પ્રફુલભાઈ ફડીયા, સંયોજક શ્રી જશુભાઈ દેસાઈ, શ્રી સુધીરભાઈ ચૌહાણ, ખજાનચી શ્રી અલ્પેશભાઈ સોની, શ્રી સુરેશભાઈ સુથાર, ખજાનચી શ્રી જીતેન્દ્રભાઈ કે. સોની, માર્ગદર્શક શ્રી મુકેશભાઈ મોદી, વનવાસી કલ્યાણ આશ્રમના શ્રી હરરતનજી ડામોર, શ્રી ખુમાનસિંહ ગરાસીયા, શ્રી રામજીભાઈ જાેશી, શ્રી રૂમાલભાઈ ધ્રોગી, શાખાના પ્રમુખ શ્રી પ્રા.ડૉ.રોહિતભાઈ દેસાઈ, મંત્રી સુરેશભાઇ પટેલ ખજાનચી વિજયસિંહ રાજપૂતે કાર્યક્રમની સફળ બનાવવા પ્રયત્ન કર્યા હતા. આ કેમ્પમાં ટેકનિકલ સહયોગ ભારત વિકાસ પરિષદ પાલડી વતી શ્રી વિજયભાઈ, શ્રી દિનેશભાઈ, શ્રી નીતિનભાઈ તથા દિવ્યાંગભાઈ ઘોઘારી હાજર રહ્યા હતા.