પાલડીમાં ગરબાના ઝઘડાની અદાવતમાં બે જૂથ વચ્ચે પત્થરમારો, ૪૦ વાહનમાં તોડફોડ
અમદાવાદ : પાલડીમાં ઠાકોર સમાજના બે જુથ્ વચ્ચે બુધવારે મોડી રાતે સશ† અથડામણ થઈ હતી. બંન્ને જુથે એકબીજા સામે પત્થરમારો પણ કર્યોહ તો. જેમાં સકુટરે રીક્ષા, કાર સહિત ૪૦ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ અથડામણમાં ત્રણ યુવક ઈજાગ્રસ્ત થયા હતા. અથડામણમાં એક જુથે મકાનને ટાર્ગેટ બનાવી હુમલો કર્યો હતો. તથા એક બાઈક પણ સળગાવાયુ હતુ. પાલડીમાં અંબાજી મંદિર પાસે એક મહિના પહેલાં બાબરીનો પ્રસંગ યોજાયો હતો.
જેમાં રાસગરબા રાખવામાં આવ્યા હતા.
જેમાં સ્થાનિક ઠાકોર સમાજના કેટલાંક યુવકોએ ઝઘડો કર્યો હતો. અને તેમાં બે જુથ વચ્ચે મારામારી થઈ હતી. આ ઝઘડાની અદાવત રાખીને બુધવારે મોડી રાત્રે ફરી વખત બંન્ને જુથ વચ્ચે ઘર્ષણ થયુ હતુ. ઘટનાના પગલે પરિસ્થિતિ વણસે નહીં એ માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તેમજ મોડી રાત્રે ગુનો નોંધવા તજવીજ હાથ ધરીફ હતી.