USAમાં માતા-પિતા સાથે રહેતી દીકરી ઘર છોડીને જતી રહી
અમદાવાદ, અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી મોટી-મોટી આઈટી કંપનીઓ મોટાપાયે છટણી કરી રહી છે. કંપનીમાં વર્ષોથી કામ કરતા લોકોને પણ રાતોરાત ઘરભેગા કરાઈ રહ્યા છે, ત્યારે ત્યાં રહેતા ભારતીયો પણ કોસ્ટ કટિંગનો ભોગ બની રહ્યા છે.
જે લોકો ટેમ્પરરી વિઝા પર અમેરિકા ગયા છે તે લોકોની નોકરી જતાં તેમની હાલત કફોડી બની ગઈ છે, તો બીજી તરફ જે લોકો ત્યાં વર્ષોથી સેટલ થયા છે તે પણ હાલ તો ભીંસમાં મૂકાઈ ગયા છે. નોકરી જવાથી લોકોની સોશિયલ લાઈફ પણ ડિસ્ટર્બ થઈ રહી છે, ત્યારે આવા જ એક કિસ્સામાં અમેરિકામાં રહેતા એક ભારતીય પરિવાર સાથે કંઈક એવી ઘટના બની છે કે છેલ્લા એક મહિનાથી આ પરિવાર ચિંતાની આગમાં હોમાઈ રહ્યો છે.
વાત કંઈક એવી છે કે, આંધ્રપ્રદેશના પવન રોય અને શ્રીદેવી વર્ષોથી અમેરિકામાં સેટલ થયા છે. આ પતિ-પત્નીને તન્વી નામની એકની એક દીકરી છે, પરંતુ તેમની આ લાડકવાયી દીકરીનો છેલ્લા એક મહિનાથી કોઈ અતોપતો નથી. એવું મનાઈ રહ્યું છે કે પોતાના પિતાની નોકરી પર સંકટ આવતા ચિંતામાં મૂકાઈ ગયેલી ૧૪ વર્ષની તન્વી ઘર છોડીને ક્યાંક ચાલી ગઈ છે.
છેલ્લે તેને સ્કૂલમાંથી બહાર નીકળતી સીસીટીવીમાં જાેવામાં આવી હતી, ત્યારથી જ તન્વીનો કોઈ પત્તો નથી. તન્વીને એવો પણ ડર હતો કે જાે તેના પિતા અમેરિકામાં બેરોજગાર બની ગયા તો તેને પણ મા-બાપ સાથે ઈન્ડિયા પાછું જવું પડશે, અને તન્વીને ઈન્ડિયા કોઈ પણ કિંમતે ઈન્ડિયા પાછી આવવા નહોતી માગતી.
તન્વી પોતાના માતાપિતા સાથે અમેરિકાના અરકન્સા સ્ટેટમાં રહેતી હતી. તે અહીંની એક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી, અને છેલ્લે ૧૭ જાન્યુઆરીએ સ્કૂલની બહાર નીકળતી દેખાઈ હતી. તેના પિતા એક મોટી આઈટી કંપનીમાં કામ કરે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા કોસ્ટ કટિંગમાં તેમને પણ પોતાની નોકરી જવાનો ડર સતત રહેતો હતો.
તન્વીને એમ હતું કે જાે પિતાની નોકરી જશે તો તેને પણ ફેમિલી સાથે અમેરિકા છોડવું પડશે, જેના માટે તે તૈયાર નહોતી. દીકરી ગુમ થઈ ગયા બાદ તન્વીના માતાપિતાએ એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેમાં તેના પિતા પવન રોયે સ્પષ્ટતા કરી છે કે તેમની નોકરી સેફ છે.
જાેકે, આ વિડીયો પબ્લિશ થયાના દિવસો બાદ પણ તન્વીની કોઈ ભાળ નથી મળી શકી. તન્વીના માતા અને પિતા બંને અમેરિકામાં નોકરી કરતા હતા.
જાેકે, તેની મમ્મીની નોકરી હાલ નથી રહી. તેમણે દીકરીને ઘરે પાછા આવવાની અપીલ કરતો જે વિડીયો મૂક્યો છે તે કોઈની પણ આંખોમાં આંસુ લાવી દે તેવો છે. આ લાચાર માતાપિતા પોતાની દીકરીને ઘરે પાછા આવી જવા વિનંતી કરી રહ્યા છે, અને તેને કહી રહ્યા છે કે તેઓ એકેએક પળ તેને યાદ કરી રહ્યા છે. ઈન્ડિયામાં રહેતા તન્વીના દાદા-દાદી તેમજ અન્ય સંબંધીઓ પણ તેના ગુમ થવાથી ખૂબ જ ચિંતિત છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તન્વીની મમ્મી પણ અમેરિકાની એક આઈટી કંપનીમાં જાેબ કરતી હતી. જાેકે, નોકરી છૂટી ગયા બાદ તન્વીના મમ્મી નવેમ્બર ૨૦૨૨માં ઈન્ડિયા પાછી આવી ગઈ હતી. તે જાન્યુઆરીમાં જ ડિપેન્ડન્ટ વિઝા પર અમેરિકા પાછી ગઈ હતી.
જાેકે, તન્વીને એવો ડર હતો કે એક તરફ મમ્મી તો જાેબલેસ છે જ, અને હવે જાે પિતાની નોકરી પણ ગઈ તો તેમની ફેમિલી અમેરિકામાં નહીં રહી શકે. અધૂરામાં પૂરું નોકરી ગયા બાદ તન્વીની મમ્મી ઈન્ડિયા જતી રહેતા તન્વીનો ઈન્ડિયા પાછા જવાનો ડર વધી ગયો હતો.
હાલ તો તન્વીને શોધવા માટે તેના પરિવારજનો ઉપરાંત પોલીસ પણ રાત-દિવસ કામ કરી રહી છે. તેની માહિતી આપનારાને પાંચ હજાર ડોલરનું ઈનામ આપવાની પણ જાહેરાત કરાઈ છે. તન્વીના પરિવારજનો એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે તેમની દીકરી જ્યાં પણ હોય ત્યાં બસ સલામત હોય.SS1MS