Western Times News

Gujarati News

ફોનના IMEI નંબર બદલવાનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ, મોબાઇલ ફોનના IMEI નંબર એક વેપારી બદલતો હોવાની સાયબર ક્રાઇમની ટીમને બાતમી મળતા જ પોલીસે નહેરૂનગર ખાતે રેડ કરી એક વેપારીની ધરપકડ કરી છે.

થોડા દિવસ પહેલા મળેલી બાતમી આધારે પોલીસે એક ખાનગી વ્યક્તિને ફોનના IMEI નંબર બદલવાનું કામ લઇને મોકલ્યો હતો. જ્યાં આ ફોનના વેપારીએ ૧૪૦૦ રૂપિયામાં તે કામ કરી આપ્યું હતું. જે દિવસે ફોન લેવા આ ખાનગી વ્યક્તિને બોલાવ્યો ત્યારે પોલીસ પણ સાથે પહોંચી અને વેપારીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા તે એક સોફ્ટવેર થકી આ કરતુત કરતો હોવાનું સામે આવ્યુ છે.

ત્યારે ચોરીના ફોન કે લોકેશન ટ્રેસ ન થઇ શકે તે માટે લોકો IMEI નંબર બદલાવતા હોવાથી વેપારી આ કામ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા લોકરક્ષક સલમાન ખાનને થોડા દિવસ પહેલા બાતમી મળી હતી કે, અબ્દુલ ખાલીદ નામનો વ્યક્તિ નહેરુનગર ચાર રસ્તા પાસે આવેલ જનપથ કોમ્પલેક્ષમાં આવેલ મન્નત કોમ્યુનિકેશન નામની દુકાનમાં મોબાઇલ રિપેરીંગનું કામકાજ કરે છે.

તે મોબાઇલ ફોનના ગેરકાયદેસર આઇ.એમ.ઇ.આઇ નંબરો બદલી આપે છે. જેથી તેઓએ ઉચ્ચ અધિકારીઓને આ બાબતે વાત કરતા હકિકતની ખરાઇ કરવા એક પબ્લીકના માણસને બોલાવી બાતમી હકિકતથી સમજ કરી એક ફોન લઇ અબ્દુલ ખાલીદ નામના વ્યક્તિની જનપથ કોમ્પલેક્ષમાં આવેલ મન્નત કોમ્યુનિકેશન નામની દુકાને મોકલ્યો હતો.

તે ખાનગી વ્યક્તિએ ત્યાં જઇ આ મોબાઇલ ફોનના આઇ.એમ.ઇ.આઇ નંબર બદલવાના છે, તેવું જણાવતા અબ્દુલ ખાલીદએ આઇ.એમ.ઇ.આઇ નંબર બદલી આપવાના ૧૪૦૦ રૂ. ચાર્જ થશે અને ફોનના આઇ.એમ.ઇ.આઇ નંબર બદલ્યા બાદ બે દિવસ પછી ફોન લઇ જવાનું કહ્યું હતું. ખાનગી માણસે ફોન લેવા આવશે ત્યારે ચાર્જ આપી દેશે તેવું કહી ત્યાંથી નિકળી ગયો હતો.

આ અંગે સાયબર ક્રાઇમની ટીમે આરોપીને પકડવા માટે તૈયારી કર્યા બાદ દુકાનધારક જે દિવસે ફોન પરત આપવાનો હતો તે દિવસે ટીમ પહોંચી હતી. પોલીસની ટીમ આ મન્નત કોમ્યુનિકેશનમાં ગઇ અને ત્યાં અબ્દુલ ખાલીદ હાજર મળી આવ્યો હતો. જેણે આઇ.એમ.ઇ.આઇ. બદલવા માટે આપેલ ફોન થઇ ગયો તેમ જણાવતા તેણે હા પાડી મોબાઇલ ફોન આપતા જ તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપીને પકડી તે આઇ.એમ.ઇ.આઇ નંબર કેવી રીતે બદલે છે તે બાબતે પુછતા તેણે જણાવ્યુ કે, પોતાની પાસે રહેલ યુ.એમ.ટી (એલ્ટીમેટ મલ્ટી ટુલ) સોફટવેરના માધ્યમથી પોતાની પાસે રહેલ કોમ્પુટર દ્રારા મોબાઇલ ફોનના આઇ.એમ.ઇ.આઇ નંબર બદલતો હોવાની કબુલાત કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.