Western Times News

Gujarati News

અમરાઇવાડીમાં ધોળા દિવસે સોનાના દાગીના અને રોકડની ચોરી

અમદાવાદ, અમદાવાદના શહેરના અમરાઇવાડી વિસ્તારમાં ધોળા દિવસે તસ્કરોએ મકાનમાં ઘૂસીને સોનાના દાગીના તેમજ રોકડની ચોરી કરતાં ચકચાર મચી ગઇ છે. વિધવા તેની દીકરીને સ્કૂલે મૂકવા ગઇ હતી ત્યારે તસ્કરોએ બારીમાંથી ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. દીકરીનાં લગ્ન માટે મહિલાના પતિએ દાગીના વસાવ્યા હતા, જેને એક જ ઝાટકે તસ્કરો ચોરીને લઇ ગયા છે અને એક માતાનાં અરમાન અધૂરાં રહી ગયાં છે.અમરાઇવાડી વિસ્તારમાં આવેલા નીલકંઠ રે?સિડન્સીમાં રહેતાં પૂનમબેન પ?ઢિયારે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની ફરિયાદ કરી છે. પૂનમબેન તેમની ૧૨ વર્ષની દીકરી કેટરીના સાથે રહે છે અને તેમના પતિ દીપકભાઇને કોરોના થતાં મોત થયું હતું. પતિ દીપકભાઇ જીવતા હતા ત્યારે તેમણે પત્ની અને દીકરી માટે દાગીના વસાવ્યા હતા. પૂનમબેને દાગીના અને રૂપિયા તિજાેરીમાં સાચવીને રાખ્યા હતા, જેને તસ્કરો ચોરીને લઇ ગયા છે.

ગઇકાલે બપોરે પૂનમબેન ઘરને લોક મારી દીકરીને સ્કૂલે મૂકવા માટે ગયાં હતાં. ત્યાર બાદ તે તેમની માતાને મળવા માટે ખોખરા સર્કલ ગયાં હતાં. બપોરના દોઢેક વાગ્યાની આસપાસ પૂનમબેન જ્યારે ઘરે આવ્યાં ત્યારે મુખ્ય દરવાજાે ખૂલતો નહોતો, જેથી આસપાસના લોકોએ પણ દરવાજાે ખોલવાનો પ્રયાસ કર્યો હતો. પૂનમબેને રસોડાની ખુલ્લી બારીમાંથી જાેયું તો ઘરનો સામાન વેરવિખેર હતો. પૂનમબેન બારી મારફતે ઘરમાં ગયાં અને જાેયું તો પતિએ અપાવેલી છેલ્લી નિશાની એવા સોનાના દાગીના તેમજ રોકડની ચોરી થઇ છે.

તસ્કરો રસોડાની બારી મારફતે ઘરમાં ઘૂસ્યા હતા અને તિજાેરી ખોલીને સોનાના દાગીના તેમજ રોકડ સહિત કુલ ૩.૩૭ લાખની મતાની ચોરી કરીને પલાયન થઇ ગયા હતા. પૂનમબેનના ઘરમાં ચોરી થતાંની સાથે તેમણે કંટ્રોલરૂમમાં જાણ કરી દીધી હતી. ઘટનાની જાણ અમરાઇવાડી પોલીસને થતાં તેઓ તાત્કા?લિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તસ્કરોને પકડી પાડવા માટે પોલીસે એફએસએલની મદદ પણ લીધી છે, જ્યારે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચેક કરવાની તજવીજ હાથ ધરી છે.SS3.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.