ભગવાનના ધામમાં ચાલી રહી હતી, હથિયારોની મીની ફેકટરી
(એજન્સી)ગીર સોમનાથ, ગીર સોમનાથ જીલ્લો કે જે આમ તો હરિધામ કહેવાય છે. પરંતુ આ જ ગીર સોમનાથ જિલ્લામાં ગીરનું જંગલ અને અરબી સમુદ્ર પણ આવેલો છે. જેને કારણે અનેકવાર ક્રાઇમની ઘટનાઓ બનતી હોય છે. જેમાં વન્ય પ્રાણીઓનો શિકાર કરવાથી લઈ હમણાં થોડા સમય પહેલાં ડ્રગ્સ પણ મળી આવ્યું હતુ.
ત્યારે ગીર સોમનાથના ઇતિહાસ કયારેય ન પકડાયું તેટલા પ્રમાણમાં હથિયારો સાથે મીની ફેકટરી ર્જીંય્ પોલીસે યોગ્ય બાતમીના આધારે ઝડપી લીધી છે.તાલાલા તાલુકા ગુંદરણ ગામે એસઓજી પોલીસે બાતમીના આધારે મોડી રાત્રે ખાબકી હતી
અને પોલીસે ગુંદરણ ગામે રાત્રે વાડી વિસ્તારનો નજારો જાેઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અહીં પોલીસને એક બે નહીં પરંતુ અલગ અલગ પ્રકારના હથિયારોનો મોટો જથ્થો સામે જાેઈ પોલીસ દંગ રહી ગઈ હતી. ગીર સોમનાથ એસોજી પોલીસે ગુંદરણ ગામેથી દેશી બનાવટ ની ૪ બંદૂક કાર્ટુસ (૩૦ લોખન્ડ ની ગોળી) ૨૦,
મોટા છરા, દારૂ ગોળો ભરેલી કોથળી, ગન પાવડર, ડ્રિલિંગ મશીન, વેલ્ડીંગ મશીન, ગેસ નો બાટલો અને ૧૩ તલવાર, ગુપ્તી ત્રણ ધાર્યા સહિત નો કુલ ૨૩ હથિયાર મળી આવ્યા હતા.પોલીસે ગુંદરણ ગામના વાડી માલિક રામસિંહ રામા કરગરિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જાેકે મોટો સવાલ એ છે કે, આ ગેરકાનૂની હથિયારની મીની ફેકટરી ૨ વર્ષથી ધમધમતી હોવાનો પોલીસનો ખુલાસો છે અને અનેક હથિયાર નો અન્ય જગ્યાએ વેપાર પણ થયો હોવાની આશંકા સેવાય રહી છે. એટલુંજ નહિ આ ગેરકાનૂની હથિયાર થી અનેક ગુનાઓને અંજામ પણ અપાયું હશે.
ગુંદરણ ગામ ગીર જંગલને અડીને આવેલું છે. જે તમામ રહસ્યો ઉપરથી પરદો ઉચકવા પોલીસ દ્વારા રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં આરોપીને રજૂ કરાશે. ગીર સોમનાથમાં પણ હવે અન્ય શહેરોની જેમ ગુનાખોરીના બનાવો સામે આવી રહ્યો છે. પોલીસે હાલ આરોપીને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, તો સાથે સાથે ભારે માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યો છે.