Covid19: કોરોનાકાળના 3 વર્ષ દરમિયાન દેશમાં ૧.૧૨ લાખ મજૂરોએ આત્મહત્યા કરી
નવીદિલ્હી, દેશમાં વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચેના કોરોનાકાળના ત્રણ વર્ષમાં અંદાજે ૧.૧૨ લાખ દૈનિક મજૂરોએ આત્મહત્યા કરી હોવાનું કેન્દ્ર સરકારે સંસદમાં બજેટ સત્ર દરમિયાન જણાવ્યું હતું. કેન્દ્રીય શ્રમ મંત્રી ભુપેન્દ્ર યાદવે કહ્યું કે, વર્ષ ૨૦૧૯માં ૩૨,૫૬૩ રોજમદારો, વર્ષ ૨૦૨૦માં ૩૭,૬૬૬ કામદારો અને ૨૦૨૧માં ૪૨,૦૦૪ શ્રમીકોએ આત્મહત્યા કરી હતી.During the Corona period, 1.12 lakh laborers committed suicide in the country
લોકસભામાં કોંગ્રેસ સાંસદ એસયુ થિરુનાવુક્કારાસરીના એક સવાલના જવાબમાં શ્રમ મંત્રી ભુપેન્દ્ર યાદવે કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન વર્ષ ૨૦૨૦થી ૨૦૨૧ સુધી કોરોના મહામારીના કારણે દેશભરમાં અનેક રાજ્યોમાં લોકડાઉન લાગુ હતું, જેથી દેશમાં બેરોજગારીની અસર વધુ હતી. તેનાથી સૌથી વધુ રોજમદાર મજૂરો પર વિપરિત અસર થઈ હતી.
સરકારે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૦માં મોટાભાગે પ્રવાસી મજૂરો સહિત ૮,૭૦૦થી વધુ લોકોના મોત રેલવેના પાટા પર થયા હતા જ્યારે તે સમયે પ્રવાસી રેલવે સેવાઓ નહીવત્ હતી. યાદવે કહ્યું કે, વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ સુધીના ત્રણ વર્ષમાં રોજમદાર કામદારો સહિત કુલ ૪.૫૬ લાખ લોકોએ આત્મહત્યા કરી હતી.
કેન્દ્રીય શ્રમ મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૮ના અસંગઠિત કામદાર સામાજિક સલામતી કાયદા હેઠળ સરકાર માટે રોજદાર કામદારો સહિત અસંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક સલામતી પૂરી પાડવી ફરજિયાત છે, જેમાં રોજમદારો માટે જીવન અને વિકલાંગતા કવચ, સ્વાસ્થ્ય અને માતૃત્વના લાભો, વૃદ્ધાવસ્થાનું રક્ષણ અને અન્ય લાભોનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના (PMJJVY) અને પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના મારફત કામદારોને જીવન અને વિકલાંગતા સામે રક્ષણ પૂરું પાડે છે. પીએમજેજેબીવાયમાં ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૧૪.૮૨ કરોડ લાભાર્થી નોંધાયેલા છે.HS1MS