Western Times News

Gujarati News

આંતરરાષ્ટ્રીય ધાન્ય વર્ષ ૨૦૨૩ના ઉપલક્ષમાં તાલીમ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીના આસ્પી પોષણ અને સમુદાયવિજ્ઞાન મહાવિધ્યાલયના આહાર-પોષણ વિભાગ દ્વારા તારીખ ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ પોશીના તાલુકાનાં મતરવાડા ગામે “સંતુલિત આહાર માટે ધાન્યોનું મહત્વ” વિષય ઉપર એક પોષણ તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમ કાર્યક્રમનુ આયોજન અને સંચાલન ડો. પ્રીતિ એચ. દવે, મદદનીશ પ્રાદ્યાપક (આહાર-પોષણ) દ્વારા કરવામાં આવ્યું હતું. વર્ષ-૨૦૨૩ ને “આંતરરાષ્ટ્રીય ધાન્ય વર્ષ” તરીકે ઉજવવામાં આવી રહ્યું હોવાથી ડો. પ્રીતિ દવે દ્વારા આદિવાસી ભાઈ-બહેનોને રોજિંદા આહારમાં બાજરો, જુવાર, કોદરી, સાંબો, રાજગરા જેવા પૌષ્ટીક ધાન્ય પાકોના મહત્વ અને પોષણમૂલ્ય વિશે જાણકારી આપવામાં આવી હતી.

ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં મહિલાઓ અને બાળકોમાં વ્યાપ્ત કુપોષણ નિવારણ માટે ધાન્યોનો આહારમાં ઉપયોગ વધારવા માટે સમજૂતી અપાઈ હતી. આ તાલીમ કાર્યક્રમમાં કુલ ૨૫ જેટલા તાલીમાર્થીઓને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ બબતે શ્રી વિ કે પટેલ, પ્રોજેક્ટ ડાય્રરેર્ક્ટ(આત્મા) ને પૂછતા તેઓએ જણાવેલ કે અત્યારે સાબરકાંઠા જિલ્લામા પ્ર?કૃતિક કૃષિ નુ અભિયાન ચલાવવામા આવી રહેલ છે જેમા આવા હલકા-ધાન્ય ની ખેતી ખૂબજ મહત્વની છે કારણ કે આ પ્રકારના ધાન્યોનુ કુદરતી રીતે ખુબજ સરળતાથી ઉત્પાદન મેળવી શકાય છે અને જાે કોઇ ખેડૂતોને આ ધાન્ય પાકોનુ બિયારણ જાેઇતુ હોય તો આત્મા પ્રોજેક્ટ ના કર્મચારીઓ નો સંપર્ક કરવો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.