Western Times News

Gujarati News

ધરમપુરના તિસ્કરી મુકામે ૩૧ લાખ રુદ્રાક્ષથી શિવલિંગના અનાવરણ સાથે મહાશિવરાત્રીના ભવ્ય ઉત્સવનો પ્રારંભ

(પ્રતિનિધિ) ધરમપુર, વલસાડ જિલ્લાના ધરમપુર નજીક તિસ્કરી મુકામે ૩૧ લાખ રુદ્રાક્ષ અનાવરણ સાથે મહાશિવરાત્રીના ભવ્ય ઉત્સવ નિમિત્તે ૩૧ લાખ રુદ્રાક્ષના સથવારે સવા ૩૧ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન માટે ખુલ્લું મુકાયું છે.રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને શિવ કથાકાર શ્રી બટુકભાઈ વ્યાસના મુખે શિવકથાનો આરંભ કરાયો.ધરમપુર ના
તિસ્કરી ખાતે રુદ્રાક્ષ શિવલિંગ સાથે શ્રી બટુકભાઈ વ્યાસ પાંચમી વખત લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્‌સમાં સ્થાન મળશે.

તા.૧૨ થી ૧૮ ફેબ્રુ. દરમિયાન મહાશિવ ધરમપુર તાલુકાના (તલાટ) ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના સાંનિધ્યમાં ૩૧ લાખ રુદ્રાક્ષના સથવારે સવા ૩૧ ફુટનાં વિરાટ રુદ્રાક્ષ-શિવલિંગ, શિવકથાની ભવ્ય અને દિવ્ય શરૂઆત રવિવારે લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્‌સ સન્માનિત રુદ્રાક્ષ શિવલિંગ પરંપરાનાં સર્જક વિખ્યાત શિવ-કથાકાર પૂ. શ્રી બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં અને ઉપ દંડક વિજયભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિતના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવી હતી.

શિવ-કથાકાર પૂ. શ્રી બટુકભાઈ વ્યાસ દ્વારા શિવરાત્રી મહોત્સવ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે દર વર્ષે જુદા જુદા જિલ્લા અને રાજ્યમાં રુદ્રાક્ષ શિવલિંગના સાનિધ્યમાં શિવરાત્રી મહોત્સવ ઉજવાઇ છે આ વર્ષે આ શિવરાત્રી મહોત્સવ ધરમપુર તાલુકાના તીસ્કરી (તલાટ) ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઉજવવાનું નક્કી કરાયું છે જેમાં ૩૧ લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત સવા ૩૧ ફૂટ ઉંચા વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન – અભિષેક, જીવને શિવ તરફ ગતિ કરાવતી-મોક્ષદાયી શિવકથા, ૧૧ કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ, ૧૫ ગરીબ દિકરીઓનું કન્યાદાન “સમૂહ લગ્ન”, વિશાળ રક્તદાન કેમ્પ તથા દરરોજ રાત્રે ભોજન -મહાપ્રસાદ – ભંડારાનું ભવ્ય અને દિવ્ય આયોજન તીસ્કરી (તલાટ) ગામે કરતાં સમગ્ર ધરમપુર પંથકમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે જેનો આજે ભવ્ય પોથીયાત્રા અને રુદ્રાક્ષ શિવલિંગ અનાવરણ સાથે વિધિવત પ્રારંભ થયો છે.

આ અવસરે ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી પંકજભાઈ વ્યાસએ જણાવ્યું હતું કે જણાવ્યું કે, પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવ છે. ૩૧ લાખ રુદ્રાક્ષ પર એક વાર અભિષેક કરવામાં આવે એટલે ૩૧ લાખ શિવલિંગાર્ચન થાય, આમ લાખો શિવલિંગજીનો અભિષેક મહાશિવરાત્રીનાં પવિત્રકાળમાં કરવાનો પવિત્ર અવસર આપણાં વિસ્તારને પ્રાપ્ત થશે. આખા વર્ષની શ્રેષ્ઠ રાત્રિ એટલે મહાશિવરાત્રી છે એ અવસરે આ ભવ્ય અને દિવ્ય રુદ્રાક્ષ શિવલિંગ ના દર્શન અને અભિષેકનો લાભ લેવા આહવાન કર્યું હતું.

શ્રી સોમેશ્વર મહાદેવ મહાશિવરાત્રી મહોત્સવ સમિતિ તીસ્કરી (તલાટ) તથા સમસ્ત ગ્રામજનો અને સમિતિ ભેગા મળીને આ ભવ્ય આયોજન કર્યું છે. આ અવસરે ઉપ દંડક શ્રી વિજયભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, મહેન્દ્ર ચૌધરી, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, તા.પ.પ્રમુખ રમિલાબેન ગાવીત, ગણેશ બિરારી, માજી ધારાસભ્ય હીરાભાઈ, માજી પાલિકા પ્રમુખ જયદીપસિંહ સોલંકી, દિપક રાજાણી, નીલેશ રાંચ, નરેન્દ્ર ઠક્કર તથા તીસ્કરી (તલાટ)ના નગરજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.