Property Tax: 24 કરોડ જેટલી માતબર રકમ રેલવે વિભાગ પાસે પ્રોપર્ટી ટેક્ષની બાકી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મિલ્કત વેરાના બાકી લેણાંની વસુલાત માટે સઘન સિલિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તદ્ઉપરાંત મોટા દેવાદારોની મિલ્કતના નળ-ગટરના જાેડાણ પણ કાપવામાં આવે છે. 24 cr Property Tax dues from Ahmedabad Western Railway
પરંતુ મ્યુનિ. કોર્પો.ની આ દાદાગીરી માત્ર નાના વહેપારીઓ પુરતી જ સીમિત છે મોટા વહેપારીઓ કે સરકારી મિલ્કતોના બાકી લેણાં વસુલાત માટે તંત્ર કાયમ પીછેહઠ કરી છે.
કેન્દ્ર સરકાર હસ્તકની રેલવે વિભાગ પાસે કરોડો રૂપિયા લેણાં બાકી હોવા છતાં હજી સુધી રાતીપાઈ પણ વસુલ થઈ નથી અને દર વર્ષે મિલ્કત વેરાની બાકી વધતી જાય છે. રેલવે વિભાગ પાસેથી કર વસુલાત માટે એમઓયુ થઈ ગયુ હોવાના દાવા પણ થઈ રહયા છે.
અમદાવાદ શહેરમાં કેન્દ્ર અને રાજય સરકારની હજારો મિલકતો આવેલી છે. રાજય સરકારની મિલકતોનો પ્રોપર્ટી ટેક્ષ લગભગ સમયસર ભરપાઈ થઈ જાય છે પરંતુ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના કર વસુલાત માટે મ્યુનિ. અધિકારીઓને આંખે પાણી આવી રહયા છે.
એરપોર્ટ ઓથોરિટી પાસે રૂા.ર૦ કરોડ કરતા વધુ રકમતો ટેક્ષ બાકી હતો જે રકમ ખાનગીકરણ થયા બાદ વસુલી થઈ શકી છે જયારે શહેરમાં રેલવે વિભાગની ૧૮૭ર મિલકતોના કર પેટે રૂા.ર૪ કરોડ બાકી લેવાના છે જેના માટે મ્યુનિ. અધિકારીઓ છેલ્લા પાંચ વર્ષથી ધક્કા ખાઈ રહયા છે
પરંતુ રેલવે અધિકારીઓ ટશના મસ થતા નથી. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે કેન્દ્ર સરકારની મિલકતોને પ્રોપર્ટી ટેક્ષ ભરપાઈ કરવાનો રહેતો નથી જાેકે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ર૦૦૮-૦૯માં સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે અપીલ કરવામાં આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ હતી
જેમાં અમદાવાદ નગરપાલિકા પાર્ટી તરીકે જાેડાઈ હતી તેમ છતાં રેલવે વિભાગ દ્વારા ટેક્ષ ભરવામાં આવતો નથી. રાજકોટ મહાનગરપાલિકાએ આ બાબતમાં થોડી આગળ છે અને ગત નાણાંકીય વર્ષમાં જ રેલવે વિભાગ સાથે પ્રોપર્ટી ટેક્ષ માટે એમઓયુ કર્યા હતા પરંતુ રેલવે વિભાગે રાજકોટમાં પણ પ્રોપર્ટી ટેક્ષ ભરપાઈ કર્યો નથી તેવી ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પો.એ પણ લગભગ એક મહિના અગાઉ રેલવે સાથે એમઓયુ કર્યું છે તેવા દાવા વહીવટીતંત્ર તરફથી થઈ રહયા છે પરંતુ આ બાબતે હજી કોઈ નક્કર પરિણામ મળ્યા નથી અને રેલવે વિભાગ પ્રોપર્ટી ટેક્ષના બાકી રૂા.ર૪ કરોડ કયારે ચુકવશે તે બાબત હજી સુધી અધ્યાહાર છે.