Pulwama આતંકી હુમલાની ચોથી વરસીએ શહિદવીરોને શ્રધ્ધાજંલિ અર્પવામાં આવી

(પ્રતિનિધી) મોડાસા, વિજયનગર તાલુકામાં રાજપુર ગામે આજે એ.પી.ઠાકર વિદ્યાલય સહિત વિવિધ શાળાઓ-મહાશાળાઓમાં અને અનેક સંસ્થાઓ દ્વારા પુલવામા આતંકી હુમલાની ચોથી વરસીએ શહિદવીરોને શ્રધ્ધાજંલિ અર્પવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા અને કેટલાક જવાનો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા હતા. સરહદ ઉપર પોતાના પ્રાણની પણ ચિંતા કર્યા વિના દેશના જવાનો આપણી રક્ષા કરી રહ્યા છે. આપણે સૌ તેમના ઋણી છીએ એમ સિનીયર લેક્ચરલ,ડાયટ, દ્વારા ઠાકર વિધાલયમાં યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં જણાવ્યું હતું. શાળા આચાર્ય, શિક્ષકો અને બાળકો સહિત સૌએ વિજયનગર તાલુકાની એ.પી.ઠાકર વિધ્યાલય,રાજપુર ખાતે પુલવામા આંતકિ હુમલા દરમિયાન શહિદ થયેલા શહિદવીરોને શ્રધ્ધાજંલિ અર્પણ કરવામાં આવી હતી.
સીનિયર લેક્ચરલ શ્રી અશ્વિન.મો પટેલે બાળકોને પુલવામા આંતકી હુમલા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ગોઝારાએ દિવસને યાદ કરતા તેમણે બાળકોને જણાવ્યુ હતુ કે પુલવામા થયેલાં આતંકી હુમલાની આજે ચોથી વરસી છે. એક તરફ વેલેન્ડાઈન ડે ની ઉજવણી થઈ રહી હતી ત્યારે બીજી તરફ આતંકીઓ દેશના જવાનો પર હુમલો કરવાની ઘાત લગાવીને બેઠાં હતાં. સવાર સુધી બધુ જ સામાન્ય હતું અને અચાનક આફતના એંધાણ આવતા માહોલ બદલાઈ ગયો. દેશના જાંબાઝ જવાનો જ્યારે પોતાનો કાફલો લઈને પસાર થઈ રહ્યાં હતા ત્યારે વિસ્ફોટક ભરેલી કાર તેની સાથે ટકરાવીને આતંકીઓએ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપ્યો હતો.