Rajkot: 1500થી વધુ લોકોના કરોડોનું ફૂલેકુ ફેરવનાર ઝડપાયો
રાજકોટમાં ૬૦૦ કરોડનુ ફુલેકું ફેરવનાર આરોપીની ધરપકડ
(એજન્સી) રાજકોટ, રાજ્યમાં છેતરપીંડીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. લોભામણી સ્કીમ તો અમુક કિસ્સામાં નોકરી અને અમુક કિસ્સામા ઉંચા વળતરના નામેં રૂપિયા પડાવી લીધા બાદ અનેક આરોપીઓ ચુનો લગાવીને નાશી ગયાની ઘટનાઓ અવારનવાર બની છે
આવી સ્થિતિ વચ્ચે વધુ એક આવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ઉંચા વળતરના નામે આરોપીએ ગુજરાતભરના અનેક લોકોની મરમમૂડી ચાવી ગયો હતો. આ પ્રકરણ ઉઘાડું પડ્યા બાદ પોલીસે ફુલેકુ ફેરવનારને ઝડપી લીધો છે. આ મામલે રાજ્યના અંદાજીત ૧૫૦૦થી વધુ લોકોના કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી નાસી ગયો હતો.
રાજકોટના આ અક્રમ અંસારીની આજે સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે.માત્ર રાજકોટ જ નહીં પરંતુ રાજ્યભરમાં આ અક્રમ અંસારીએ રૂપિયા લીધા હતા. જેમ રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં વિશ્વામિત્ર ક્રેડિટ સોસાયટીના નામે રૂપિયા ખંખેરવામાં આવ્યા હતા.
જેમાં અંદાજી ૬૦૦ કરોડ રૂપિયા હોવાનું પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યુ છે. આક્રષક ગ્રાહકોને વ્યાજની લોભામણી જાહેરાતો આપી રૂપિયા પડાવી લેતો હતો અને ત્યારબાદ આવા ગ્રાહકો આ લાલચ-જાહેરાતના ચક્કરમાં આવી જતા હોય છે અને પોતાની આખી જીંદગીની જમા પુંજી આવા લેભાગુ તત્વોને આપી દેતા હોય છે.