Mississippiમાં ગોળીબારમાં છ લોકોનાં મોત
નવી દિલ્હી, ગોળીબારથી અમેરિકા ફરી એકવાર ધણધણી ઉઠ્યું.
મિસિસિપીમાં સામૂહિક ગોળીબારની ઘટના પ્રકાશમાં આવી છે.
શુક્રવાર (૧૭ ફેબ્રુઆરી) ના રોજ ગ્રામીણ અરકાબુટલા કાઉન્ટીમાં, એક વ્યક્તિએ ગોળીબાર કર્યો. આ ઘટનામાં ૬ લોકોના મોત થયા છે. પહેલા એક સ્ટોર પર અને પછી અન્ય જગ્યાએ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.Six killed in shooting in Mississippi
mississippi beuro of investigationના માર્ટિન બેઇલીએ કહ્યું કે તેઓ તપાસમાં મદદ કરી રહ્યા છે. સીએનએન અહેવાલ મુજબ, ટેટ કાઉન્ટી, મિસિસિપીમાં શુક્રવારે શ્રેણીબદ્ધ ગોળીબાર બાદ ઓછામાં ઓછા છ લોકોને ગોળી મારવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મિસિસિપીના ગવર્નર ટેટ રીવસે કહ્યું કે તેમને ગોળીબાર અંગે જાણ કરવામાં આવી હતી.
આ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મિસિસિપીના ગવર્નર ટેટ રીવસે ટ્વીટ કર્યું કે, ફાયરિંગની ઘટના માટે જવાબદાર વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમારું માનવું છે કે તેણે જ આ ઘટનાને અંજામ આપ્યો છે. તેનો હેતુ હજુ જાણી શકાયો નથી. અમે પરિસ્થિતિની તપાસ કરવાનું ચાલુ રાખીશું. કૃપા કરીને આ દુઃખદ હિંસાનો ભોગ બનેલા લોકો અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરો.
મિસિસિપી બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનને આ તપાસમાં મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે. ટેટ કાઉન્ટી શેરિફ બ્રાડ લાન્સે જણાવ્યું હતું કે તમામ ગોળીબાર આર્કાબુટલા સમુદાયમાં થયો હતો. તેણે જણાવ્યું કે ગોળીબારની પહેલી ઘટના અરકાબુતલા રોડ પર એક સ્ટોરની અંદર બની હતી, જ્યાં એક વ્યક્તિને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
અરકાબુતલા ડેમ રોડ પર એક ઘરની અંદર એક મહિલાનું પણ મોત થયું હતું. આ ઘટના દરમિયાન તેના પતિને ઈજા થઈ હતી, પરંતુ તેને ગોળી વાગી છે કે કેમ તે સ્પષ્ટ નથી. કુલ ૬ લોકોના મોત થયા છે.
CNNએ ડબલ્યુએમસીને ટાંકીને જણાવ્યું હતું કે ટેટ કાઉન્ટીના ડેપ્યુટીઓએ શંકાસ્પદ વ્યક્તિને અરકાબુટલા ડેમ રોડ પર એક વાહનની અંદર જાેયો ત્યાર બાદ તેને કસ્ટડીમાં લીધો હતો. શંકાસ્પદ વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી. સીએનએનના અહેવાલ મુજબ, મિસિસિપી બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના માર્ટિન બેઇલીએ જણાવ્યું કે તેઓ તપાસમાં મદદ કરી રહ્યા છે.SS1MS