ફિલ્મી અંદાજમાં પોલિસે Kartikને રોંગ સાઈડ કાર પાર્ક કરવા બદલ આપ્યો ઠપકો
વાસ્તવમાં મુંબઈ ટ્રાફિક પોલીસે એક ટ્વિટ કર્યું છે. જે મુજબ કાર્તિક આર્યન રોડની રોંગ સાઈડ પર કાર પાર્ક કરી હતી. મુંબઈ ટ્રાફિક પોલીસે કાર્તિકની કારની તસવીર શેર કરતા ટ્વિટ કર્યું છે. તેણે કાર્તિક આર્યનની ફિલ્મી અંદાજમાં ક્લાસ લઈ લીધી છે. પોલીસે તેમના ટ્વીટમાં લખ્યું, ‘પ્રોબ્લેમ? ‘પ્રોબ્લેમ એ હતી કે કાર રોંગ સાઈડ પર પાર્ક કરેલી હતી. એવું વિચારવાની ભૂલ ના કરો કે શહેજાદા ટ્રાફિકના નિયમો તોડી શકે છે. આ સિવાય તેણે હેશટેગ્સ સાથે લખ્યું છે, રૂલ્સ આજ કલ અને ફોરએવર.
Problem? Problem yeh thi ki the car was parked on the wrong side!
Don't do the 'Bhool' of thinking that 'Shehzadaas' can flout traffic rules. #RulesAajKalAndForever pic.twitter.com/zrokch9rHl— Mumbai Traffic Police (@MTPHereToHelp) February 18, 2023
મુંબઈ ટ્રાફિક પોલીસે ક્યાંય કાર્તિક આર્યનનું નામ લીધું નથી પરંતુ તેમની ફિલ્મના ડાયલોગ અને ફિલ્મના નામનો ઉપયોગ કરીને પોલીસે તેમની સંપૂર્ણ વાર્તા કહી છે. મુંબઈ ટ્રાફિક પોલીસની આ ફિલ્મી સ્ટાઈલ બધાને પસંદ આવી રહી છે. આ ટ્વીટને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
આટલું જ નહીં આ ટ્વીટમાં કાર્તિકની લેમ્બોર્ગિની કારની નંબર પ્લેટને ઝાંખી કરવામાં આવી છે પરંતુ ટ્રાફિક પોલીસના આ ટ્વીટથી એક વાત સ્પષ્ટ થાય છે કે સામાન્ય હોય કે વિશેષ નિયમો બધા માટે સમાન હોય છે.
કાર્તિક પહેલા પણ મુંબઈ ટ્રાફિક પોલીસે અન્ય સ્ટાર્સને તેમની ફિલ્મી સ્ટાઈલમાં ઠપકો આપ્યો છે. બીજી તરફ કાર્તિક આર્યનની વાત કરીએ તો તેની ફિલ્મ શહેજાદાએ પહેલા દિવસે 7 કરોડનો બિઝનેસ કર્યો છે. આ આંકડાને સરેરાશ ગણવામાં આવી રહ્યા છે. કારણ કે ફિલ્મનું કુલ બજેટ 85 કરોડની આસપાસ છે. તે મુજબ આ કમાણી સારી માનવામાં આવે છે.