Western Times News

Gujarati News

હવે સેમિકન્ડકટરની અછત રહેશે નહિંઃ ધોલેરામાં 1.50 લાખ કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થપાશે

પ્રતિકાત્મક

જમીન ફાળવણીનો પત્ર કેન્દ્રને મોકલાયો તૂર્તમાં જ વેદાંતા અને ફોકસકોનના પ્રોજેકટનું કામ શરૂ થઈ જશે.

રાજકોટ, દેશનો પ્રથમ સેમી કન્ડકટર પ્લાંટ ગુજરાતમાં સ્થપાશે અને આ માટે રાજય સરકાર દ્વારા ધોલેરાના સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન ખાતે જમીન ફાળવી દેવામાં આવી છે અને હવે કેન્દ્ર સરકારની મંજુરી બાદ તૂર્તજ આ પ્લાનની સ્થાપના સહીતની કામગીરી શરૂ થઈ જશે. Semiconductor crisis among those most affected is the auto industry

વિશ્વએ કોરોના કાળ દરમ્યાન ઓટોથી લઈ ઈલેકટ્રોનિક ગેઝેટ સહીતનાં ક્ષેત્રોમાં અને આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સના શરૂ થનારા નવા યુગમાં સેમી ક્ન્ડકટરની ભૂમિકા અત્યંત મહત્વની બનશે અને ભારતમાં તેનું ઉત્પાદન થતુ નથી. હાલમાં સેમીકન્ડકટરની અછતને કારણે ફોર વ્હીલર અને ટુ-વ્હીલરના વેચાણને મોટી અસર થઈ રહી છે.

સેમીકન્ડકટરની અછતને કારણે સૌથી વધુ અસરગ્રસ્તોમાં ઓટો ઉદ્યોગ છે, જ્યાં ચિપની અછત ઉત્પાદનને રોકી રહી છે અને વેચાણમાં ઘટાડો કરી રહી છે.  સેમિકન્ડક્ટર અથવા ચિપ્સ એ સ્માર્ટફોન, કેમેરા અને કોમ્પ્યુટર જેવા કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સના ઉત્પાદનમાં નિર્ણાયક ભાગ ભજવે છે.

પરંતુ કેન્દ્રની મોદી સરકારે આ માટે કરેલી પહેલમાં કોર્પોરેટ જગતની અગ્રણી વેદાંતા લીમીટેડ અને એપલ સહિતની કંપની સાથે જોડાયેલ ફોકસકોન દ્વારા સંયુકત રીતે ગુજરાતમાં 1.50 લાખ કરોડ રૂપિયાના ખર્ચે સેમી કન્ડકટર પ્લાંટ માટેના કરાર થયા હતા અને તેને હવે ટુંક સમયમાં જ કાર્યરત કરવા માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ધોલેરામાં રાજય સરકાર દ્વારા 20,000 થી વધુ એકર જમીન પણ ફાળવી દેવાય છે.

આ જમીન ફાળવવાનો પત્ર કેન્દ્ર સરકાર સમક્ષ રજુ કરાશે જે બાદ કેન્દ્ર સરકાર આ પ્રોજેકટને આખરી મંજુરી આપી દેશે જેને કારણે ગુજરાતમાં સેમી કન્ડકટર એસેમ્બલીંગ અને ટેસ્ટીંગ યુનિટની સ્થાપના થઈ જશે અને 2025-26 સુધીમાં તેમાં ઉત્પાદન પણ શરૂ થઈ જશે. રશીયા-યુક્રેન યુદ્ધને કારણે પણ સેમી કન્ડકટરની અછત સર્જાય છે અને ભારત હવે તેમાં અગ્રણી બની રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.