મારી બ્રાન્ડ્સને મેં ડોનેશન માટે સાથે જાેડીને પૈસા ઊભા કર્યા : સોનું સૂદ
મુંબઈ, સોનુ સૂદ આજના સમયે માત્ર એક અભિનેતા તરીકે ઓળખાતા નથી પરંતુ કોરોનાકાળમાં જરૂરિયાતમંદની મદદ માટે તેઓ જે રીતે આગળ આવ્યા લોકો તેમને મસીહા અને ભગવાનનો પણ દરજ્જાે આપવા લાગ્યા છે. સમગ્ર દેશમાં લોકો સોનુ સૂદનું ખૂબ સન્માન કરે છે. તાજેતરમાં જ એક્ટર શો ‘આપ કી અદાલત’માં જાેવા મળ્યા જ્યાં તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આટલા બધા મજૂરો અને વિદ્યાર્થીઓને લોકડાઉનના સમયે ઘરે મોકલ્યા તેની માટે તેમની પાસે રૂપિયા ક્યાંથી આવ્યા?
સોનુ સૂદે આ પ્રશ્નના જવાબમાં કહ્યુ, જ્યારે મે આ કામ શરૂ કર્યુ તો મને ખબર હતી કે લોકોની જે લેવલની ડિમાન્ડ આવી રહી છે તમે બે દિવસ પણ ટકી ના શકો. મને લાગ્યુ કે આને જાેડવુ કઈ રીતે તો હુ જેટલા બ્રાન્ડ્સ પર કામ કરી રહ્યો હતો તેમને ડોનેશન માટે કામે લગાડ્યા. મે હોસ્પિટલોને, ડોક્ટરોને, કોલેજને ટીચર્સને, દવા કંપનીઓને આ કામ પર લગાવ્યા. મે કહ્યુ હુ ફ્રી માં કામ કરીશ. તો તેઓ જાેડાતા ગયા અને આપમેળે કામ થઈ ગયુ.
વધુમાં જણાવતા તેમણે કહ્યુ કે અમુક મોટા એનજીઓ એ મને ફોન કર્યા અને કહ્યુ કે સોનુ સૂદ દેશની ૧૩૦ કરોડની વસતી છે. તમે સર્વાઈવ કરી શકશો નહીં. મે કહ્યુ, જે મારા ઘરની નીચે આવે છે તેમને હુ ના પાડી શકતો નથી. આજે જમ્મુથી લઈને કન્યાકુમારી સુધી કોઈ પણ નાના જિલ્લા કે નાના રાજ્ય, કોઈ પણ ક્યાંય પણ તમે કહો હુ કોઈને પણ ભણાવી શકુ છુ, હુ કોઈની પણ સારવાર કરાવી શકુ છુ, હુ કોઈને પણ નોકરી અપાવી શકુ છુ, તમે એક ફોન કરશો, હુ કામ કરાવી આપીશ.
ઉલ્લેખનીય છે કે સોનુ સૂદે કોરોનાકાળમાં સોશિયલ મીડિયાથી લઈને પોતાના ઘર સુધી જે પણ જરૂરિયાત મંદ આવ્યા, દરેકની મદદ માટે એક્ટર મસીહા બનીને આગળ આવ્યા. આજે પણ એક્ટર સોશિયલ મીડિયા દ્વારા દુનિયાભરના લોકો સાથે જાેડાતા રહે છે. સોનુ સૂદે એ પણ જણાવ્યુ કે તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટને હેન્ડલ કરવા માટે કોઈ ટીમ રાખી નથી પરંતુ તેઓ પોતે જ તમામ ટ્વીટનો જવાબ આપે છે.SS2.PG