Biden’s visit to Ukraine:બાઈડેનની મુલાકાત પહેલાં અમેરિકન મિસાઈલ શિલ્ડ એક્ટિવ મોડમાં હતી
અમેરિકી પ્રમુખ બાઈડને અચાનક યુક્રેનની મુલાકાત લઈ વિશ્વને ચોંકાવ્યું
યુક્રેનને ૫૦૦ મિલિયન ડોલરની સહાયનું એલાનઃ એર સર્વેલન્સ રડાર સિસ્ટમ આપવાની જાહેરાતઃ રાજધાની કીવમાં પ્રેસિડન્ટ ઝેલેન્સ્કીને મળ્યાંઃ રશિયન ઈન્ટેલિજન્સ એજન્સીને અણસાાર પણ ન આવ્યો: અમેરિકન મિસાઈલ પણ એક્ટિવ હતી
કિવ, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાયડન સોમવારે અચાનક યુક્રેનની રાજધાની કીવ પહોંચ્યાં હતા તેમના આ પગલાંથી દુનિયા ચોંકી ઉઠી હતી. રાજધાની કીવ પહોંચીને તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી અને પૂરી મદદની ખાતરી આપી હતી. Biden finally visited East Palestine to help Americans!!
Wow Biden finally visited East Palestine to help Americans!!
Just kidding – he’s in Kyiv helping Ukrainians
— DC_Draino (@DC_Draino) February 20, 2023
રાષ્ટ્રપતિ બાયડને યુક્રેનને વધારાની ૫૦૦ મિલિયન ડોલરની સૈન્ય સહાય આપવાની જાહેરાત કરી છે.તે ઉપરાંત અમેરિકાએ યુક્રેનને એર સર્વેલન્સ રડાર આપવાની પણ જાહેરાત કરી છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું હતું, જે પછી બંને વચ્ચેનું યુદ્ધ અત્યાર સુધી ચાલુ રહ્યું છે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરિન જીન-પિયરેના જણાવ્યા અનુસાર, બાયડન યુક્રેન પર રશિયાના આક્રમણનું એક વર્ષ પૂર્ણ કરતા પહેલા ૨૦-૨૨ ફેબ્રુઆરી દરમિયાન પોલેન્ડની મુલાકાત લેવાના હતા. તેઓ પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજે દુદા સાથે મળીને યુક્રેન માટે દ્વિપક્ષીય સહયોગ અને સમર્થન પર ચર્ચા કરશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને કીવમાં મળ્યાં બાદ બાયડને કહ્યું કે આજથી એક વર્ષ પહેલા જ્યારે રશિયાએ યુક્રેનમાં એટેક કર્યો ત્યારે તેણે વિચાર્યું કે યુક્રેન હાંફી જશે અને પશ્ચિમ વિભાજીત થઈ જશે પરંતુ તેમની આ ધારણા ખોટી ઠરી. અમેરિકા સહિતના દેશો આજે યુક્રેનની પડખે ઉભા છે.
કીવમાં પ્રેસિડન્ટ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કર્યાં બાદ પ્રેસિડન્ટ બાયડને કહ્યું કે ગમે તે થઈ જાય અમેરિકા હંમેશા યુક્રેનની પડખે રહેશે અને તેને નકશામાંથી ભૂંસાવા નહીં દે.
અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડન સોમવારે અચાનક યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યા હતા. ત્યાં તે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમીર ઝેલેન્સ્કી સાથે દેખાયા. બાઈડનનો આ પ્રવાસ ચોંકાવનારો છે. રાષ્ટ્રપતિ બાઈડન પોલેન્ડ ગયા હતા. ત્યાંથી ટ્રેન દ્વારા કિવ પહોંચ્યા હતા.
એક રિપોર્ટ અનુસાર, બાઈડન કિવ પહોંચ્યા તેની પહેલાં વિસ્તારને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અમેરિકન મિસાઈલ શિલ્ડ પણ એક્ટિવ મોડમાં હતી. ‘કિવ ઈન્ડિપેન્ડેન્ટ’ અનુસાર- સમગ્ર કિવમાં માત્ર એ જ દેખાઈ રહ્યું હતું કે કોઈ ખાસ વ્યક્તિ રાજધાની પહોંચી રહ્યા છે.
બાઈડનની વિઝિટ પહેલાં કિવમાં તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા હતા. બાઈડનના આવવાનું અનુમાન કોઈને નહોતું. માત્ર ૨૨ મિનિટ પહેલાં જ રશિયાના હવાઈ હુમલાની સાયરન વાગી હતી. આથી દરેક લોકો એલર્ટ મોડ પર હતા. થોડી મિનિટ પછી એક બ્લેક શેવરલે કારમાં બાઈડન નજર આવ્યા હતા.
બાઈડનની વિઝિટ એટલે આટલી મહત્ત્વની થઈ જાય છે, કારણ કે માત્ર ચાર દિવસ પછી રશિયાના હુમલાના એક વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. બાઈડને વ્હાઈટ હાઉસમાં સ્પષ્ટ કરી દીધું હતું કે તે કોઈ પણ પરિસ્થિતિમાં યુક્રેનનો સાથ નહીં છોડે. ખાસ વાત તો એ છે કે બાઈડને પોલેન્ડ પ્રવાસ કર્યો અને ત્યાં રાષ્ટ્રપતિ આંદ્રેઝ ડૂડા સાથે મુલાકાત કરી હતી.
તેની થોડી જ મિનિટ પછી હિપ્લોમેટિક કેબલના માધ્યમથી રશિયાને જાણ કરવામાં આવી મૂવમેન્ટ છે અને કિવને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રશિયન ઈન્ટેલિજન્સ એજન્સીને અણસાર પણ ન આવ્યો કે બાઈડન કિવ પહોંચી શકે છે. કિવમાં યુક્રેનની ફોરેન મિનિસ્ટ્રી સામે બેરિકેડ લગાવવામાં આવ્યા હતા અને થોડી જ મિનિટોમાં બાઈડન ગાડીમાંથી ઊતર્યા હતા.
કિવમાં બાઈડનનું આગમન સ્પષ્ટપણે ચીન અને રશિયા માટે એક મજબૂત સંદેશ છે. યુક્રેનના પત્રકાર ઉવર નેસે કહ્યું- બે દિવસ પહેલાં બાઈડને સ્પષ્ટ કર્યું હતું કે યુક્રેનના મુદ્દે ચીન રશિયાનું સમર્થન કરી રહ્યું છે. પેન્ટાગોને એમ પણ કહ્યું હતું કે અમેરિકામાં ચીનના જાસૂસી બલૂનનું દેખાવું અને આ મામલે ઈરાનની સક્રિય નીતિ સ્પષ્ટ સંકેત છે કે ખીચડી પાકી રહી છે. જાે આવું થશે તો અમેરિકા અને નાટો યોગ્ય રીતે જવાબ આપશે.