સંજેલી તાલુકા પંચાયતની કચેરી રામભરોસે
પ્રતિનિધિ સંજેલી: નવરચિત સંજેલી તાલુકા પંચાયતની કચેરીઓમાં અધિકારી સહિત કર્મચારીઓ સમયસર હાજર સમયસર હાજર ન રહેતા તાલુકાની કચેરીઓને સાંજના પાંચ વાગ્યાની આસપાસ જ બંધ કરી દેવામાં આવે છે ત્યારે સવારમાં પણ સમયસર ઓફિસો ખુલતી નથી કર્મચારીઓ બહાના બતાવી ઓફિસોમાં હાજર રહેતા નથી.
જેના લીધે વિકાસના કેટલાક કામો માટે લોકોને ધરમ ધકકા ખાવા પડી રહ્યા છે અધિકારીઓને પૂછતાં જણાવે છે કે જિલ્લા મથકે ડીડીઓની મીટિંગ હોવાથી જિલ્લામાં મીટીંગમાં ગયા છે ત્યારે જિલ્લા અધિકારી દ્વારા સંજેલી તાલુકા પંચાયતની ઓચિંતી મુલાકાત લેવામાં આવે તેવી તાલુકાની પ્રજાની માંગ છે.