અસમની યુવતીને પરણીને ફસાયો પોરબંદરનો વેપારી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/02/Asam-1024x768.png)
રાજકોટ, શાકભાજીના એક વિક્રેતાએ પોરબંદરની કોર્ટમાં પોતાના લગ્નને રદ્દ કરવાની અથવા તો કહી શકાય કે છૂટાછેડાની અરજી દાખલ કરી હતી.
અરજીકર્તાનો આરોપ હતો કે તેની પત્નીએ પ્રથમ પતિને છૂટાછેડા આપ્યા વિના જ તેની સાથે લગ્ન કરી લીધા હતા અને તેના પ્રથમ પતિનો અસમમાં ક્રિમિનલ રેકોર્ડ હતો. જાે કે કોર્ટે આ અરજી ફગાવી દીધી છે. અરજીકર્તા વિમલ કારિયાના વકીલ ભરત લાખાણીએ લગ્નને હિન્દુ મેરેજ એક્ટના સેક્શન ૧૨ હેઠળ લગ્નને ગેરકાયદેસર જાહેર કરવા માટે પોરબંદરી કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
જાે કે, કોર્ટ દ્વારા વિમલના પત્ની દ્વારા અસમની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી છૂટાછેડાની અરજીને લગતા દસ્તાવેજની માંગ કરવામાં આવી હતી જે રજૂ નહોતા કરી શકાયા.
વકીલ ભરત લાખાણી જણાવે છે કે, હવે અમારી પાસે બે વિકલ્પ છે, અમે કોર્ટના આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારીએ અથવા તો ર્નિદયતાના આધારે છૂટાછેડાની અરજી દાખલ કરીએ. વિમલ કારિયાએ ગત વર્ષે જૂન મહિનામાં અરજી દાખલ કરી હતી.
પરંતુ તેની પત્ની અસમ ગઈ હોવાને કારણે કોર્ટની નોટિસનો જવાબ નહોતી આપતી. આખરે વિમલ કારિયાએ કિર્તિ મંદિર પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા અને પત્ની વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધવાની વિનંતી કરી. પત્નીને પોરબંદર પાછી બોલાવવા માટે તેણે આ ર્નિણય લીધો હતો. ફરિયાદી વિમલે જણાવ્યું કે, એક મેટ્રિમોનિયલ સાઈટના માધ્યમથી તે પત્ની રિટા સાથે સંપર્કમાં આવ્યો હતો.
રિટાએ પોતાની ઓળખમાં જણાવ્યુ હતું કે તે અસમમાં રહે છે. તેમણે એક મહિના સુધી એકબીજા સાતે ફોન પર વાતચીત કરી હતી અને એક વાર અમદાવાદમાં મુલાકાત પણ કરી હતી.
ત્યારપછી વર્ષ ૨૦૨૧માં આર્ય સમાજના રિવાજ અનુસાર લગ્ન કરી લીધા હતા. રિટાએ વિમલને જણાવ્યુ હતું કે તેના છૂટાછેડા એકવાર થઈ ચૂક્યા છે. વિમલે પોલીસને જણાવ્યું કે, અમે લોકો છ મહિના સુધી એકસાથે રહ્યા હતા પરંતુ આ દરમિયાન મને લાગ્યું કે ‘સંસ્કારી’ નથી.
મેં એક વાર સાંભળ્યું કે તે વીડિયો કોલ પર કોઈની સાથે એકદમ અભદ્ર ભાષામાં વાત કરી રહી હતી. માર્ચ, ૨૦૨૨માં રિટા પોતાના માતા-પિતાના ઘરે ગઈ હતી. તેની માતાએ ફોન કરીને કહ્યુ હતું કે એક જમીન વિવાદના સંદર્ભમાં રિટાની હાજરી જરૂરી છે. વિમલે રિટાને ATM કાર્ડ આપ્યુ હતું જેમાં ૫૦,૦૦૦ રુપિયા બેલેન્સ હતું અને ૫૦૦૦ રુપિયા રોકડા પણ આપ્યા હતા.
થોડા દિવસ પછી વિમલને એક એડવોકેટનો ફોન આવ્યો જેણે જણાવ્યું કે તમારી પત્નીની અસમ પોલીસે ધરપકડ કરી છે અને તેને છોડાવવા માટે પૈસાની જરૂર પડશે.SS1MS