વિશ્વના સૌથી ઊંચા થીજી ગયેલા સરોવર પર હાફ મેરેથોન સાથે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું
લદાખ, કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં ૧૪ હજાર ફૂંટ ઊંચે આજે ઈતિહાસ રચાયો છે. વિશ્વના સૌથી ઊંચા થીજી ગયોલા સરોવર પર હાફ મેરેથોનનું આયોજન કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં તેનું નામ નોંધાયુ છે. કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના બરફથી જામેલા પેંગોંગ સરોવર પર પ્રથમવાર ૨૧ કિમીની હાફ મેરેથોનનું સફળતાપૂર્વક આયોજન કરીને એક એનોખો ઈતિહાસ રચ્યો છે.
ભારત અને ચીનની સરહદ પર ૭૦૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા પેંગોંગ સરોવરનું શિયાળા દરમિયાન તાપમાન માઈનસ ૩૦ ડિગ્રી સેલ્સિયસ હોય છે આ કારણે ખારા પાણીનું તળાવ બરફથી થીજી જાય છે. લેહ જિલ્લા વિકાસ કમિશનર શ્રીકાંત બાલાસાહેબ સુસેએ જણાવ્યું હતું કે ચાર કલાક લાંબી મેરેથોન લુકુંગથી શરૂ થઈ હતી અને માન ગામમાં સમાપ્ત થઈ હતી. તેમાં ભાગ લેનારા ૭૫ પ્રતિભાગીઓમાંથી કોઈને ઈજાગ્રસ્ત થયુ ન હતું.
લોકોને આબોહવા પરિવર્તન અને હિમાલયને બચાવવાની જરૂરિયાત વિશે યાદ અપાવવા માટે ‘લાસ્ટ રન’ના નામથી તેનું આયોજન કરવામાં આવ્યું હતું. એડવેન્ચર સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ઓફ લદ્દાખ દ્વારા લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, પર્યટન વિભાગ અને લદ્દાખ અને લેહ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.SS2.PG