Western Times News

Gujarati News

રામોલમાં ૯ વર્ષની સગી પુત્રી પર પિતાએ દુષ્કર્મ ગુજાર્યું

હેવાનિયતની તમામ હદો વટાવેલા પિતાની મોડી રાત્રે ધરપકડ


(પ્રતિનિધિ) અમદાવાદ :
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ કથળી ગઈ છે આ પરિસ્થિતિમાં અનેક ગંભીર ઘટનાઓ ઘટી રહી છે ચોરી, લુંટફાટ, ખૂન, હુમલા છોકરીઓની છેડતી સહિતની ઘટનાઓ વચ્ચે શહેરના રામોલ વિસ્તારમાં સમાજને લાંછનરૂપ ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં એક પિતાએ પોતાની ૯ વર્ષની સગી પુત્રી પર દુષ્કર્મ ગુજારી હેવાનીયતની તમામ હદો વટાવી દેતા સમગ્ર વિસ્તારમાં આરોપી પ્રત્યે ભારે રોષ જાવા મળી રહયો છે.

વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે પોલીસતંત્ર એલર્ટ પર છે અને આરોપીઓને ઝડપી લેવા માટે ખાસ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે શહેરમાં ગંભીર ઘટનાઓ વચ્ચે મહિલાઓની છેડતીના બનાવો ચોંકાવનારી રીતે વધી રહયા છે શહેરના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતિની શારીરિક છેડછાડ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે.

આ ઘટનાની હજુ તપાસ ચાલુ હતી ત્યાંજ શહેરના રામોલ વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. રામોલ વિસ્તારમાં રાજીવનગરના ટેકરા પર એક પરિવાર રહે છે જેમાં યુવક દારૂ પીવાની ટેવવાળો છે એટલું જ નહી પરંતુ દારૂના નશામાં તે ભાન ભુલી જતો હતો આ દરમિયાનમાં ગઈકાલે રાત્રે તે ઘરે હતો ત્યારે તેની ૯ વર્ષની સગી પુત્રી પણ ઘરમાં હતી પોતાની સગી પુત્રી પર આ યુવકે ક્રુદ્રષ્ટી રાખી હતી.

યુવકની પત્નિ એટલે કે બાળકીની માતા કોઈ કારણોસર બહાર ગઈ હતી જેનો લાભ ઉઠાવી આ શખ્સે પોતાની સગી ૯ વર્ષની પુત્રીના કપડા ઉતારી તેની શારીરિક છેડછાડ કરી હતી અને ધમકી આપી હતી કે જા બુમાબુમ કે કોઈને પણ કહીશ તો જાનથી મારી નાંખીશ જેના પરિણામે આ બાળકી ગભરાઈ ગઈ હતી.

ગભરાયેલી બાળકી ઉપર સગા પિતાએ હેવાનીયતભર્યું કૃત્ય આચરી દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાળકીને પીંખી નાંખી હતી એટલું જ નહી પરંતુ બાળકીને માર પણ માર્યો હતો જેના પરિણામે બાળકીની હાલત ખૂબ જ ગંભીર બની ગઈ હતી આ દરમિયાનમાં બાળકીની માતા આવી જતાં તેણે ઘરમાં બાળકીની હાલત જાતા જ તે ચોંકી ઉઠી હતી અને તેણે પુછતા જ બાળકી ગંભીર હાલતમાં તમામ હકીકતો જણાવવા લાગી હતી ઘટનાથી ચોંકી ઉઠી માતા પણ માનસિક રીતે પડી ભાંગી હતી અને તાત્કાલિક રામોલ પોલીસ સ્ટેશને પહોચી ગઈ હતી.

પોલીસ સ્ટેશનમાં તેણે પોતાના પતિ વિરૂધ્ધ પુત્રી પર દુષ્કર્મ ગુજારવા સહિતની ફરિયાદો નોંધાવી હતી જેના પગલે પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં આરોપીએ પોતાની સગી પુત્રી પર હેવાનીયતની તમામ હદો વટાવી દીધી હતી. જેના પરિણામે બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જયાં તેનુ મેડીકલ કરવામાં આવી રહયું છે માતાની ફરિયાદ બાદ હરકતમાં આવેલા પોલીસ અધિકારીઓએ મોડી રાત્રે જ હવસખોર પિતાને ઝડપી લઈ તેની સામે પોક્સો સહિતની કલમો દાખલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.