Western Times News

Gujarati News

અતુલની કલ્યાણી શાળા પર્યાવરણ અને વિજ્ઞાન ક્ષેત્રે જિલ્લામાં દ્વિતીય

(પ્રતિનિધિ) વલસાડ, કલ્યાણી શાળા અતુલ પર્યાવરણ અને વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લા કક્ષાએ દ્રિતીય ક્રમે આવી. તાઃ- ૦૯/૦૨/૨૦૨૩ ને ગુરુવારના રોજ લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે ઈકો ટેક સાયન્સ ટેકનોલોજી એન્ડ ઈનોવેશન એક્ઝિબિશન યોજાયું હતું . જેમાં પ્રાથમિક વિભાગ નાં ધોરણઃ-૮ નાં વિદ્યાર્થીઓ ગૌરવ આહીર અને વત્સલ પટેલ ની કૃતિ “ ૩૬૦ ડિગ્રી રોટેટેડ ફેન”ને મૂકવામાં આવી હતી.

આ સ્પર્ધામાં કુલ ૯૮ જેટલા વર્કિંગ મોડલ્સ રાખવામાં આવ્યા હતા.જેમાં પ્રાથમિક વિભાગની કૃતિ દ્વિતીય ક્રમે રહી હતી. અને ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકો ને ૫૦૦૦/- રૂપિયાનું રોકડ ઈનામ પ્રાપ્ત થયેલ છે. ભાગ લેનાર ગૌરવ આહીર , વત્સલ પટેલને અને તૈયારી કરાવનાર માર્ગદર્શક શિક્ષક જ્યોત્સનાબેન ટંડેલને સંચાલક મંડળ, આચાર્યશ્રી તથા સમગ્ર કલ્યાણી શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.