નડિયાદ મુકામે આવેલી નોલેજ હાઇસ્કૂલ દ્વારા લેવાયેલ મોક ટેસ્ટમાં ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ
(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદ મુકામે આવેલી નોલેજ હાઈસ્કૂલમાં તારીખ- ૧૯/૨/૨૦૨૩ ને રવિવારના રોજ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૨૫૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નડિયાદ શહેરની નોલેજ હાઈસ્કૂલ,રામોલ, ઉમરેઠ,, સોજીત્રા, પેટલાદ મુખ્ય કેન્દ્ર હતા, જેમાં આસપાસ આવેલા વિસ્તાર ની શાળાઓના વિદ્યાર્થીઓએ મોક ટેસ્ટ આપ્યો હતો,શાળાના શિક્ષકો દ્વારા મોક ટેસ્ટ અંગેની તમામ પૂર્વ તૈયારીઓ કરવામાં આવેલી હતી.
સવારે તમામ વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવી ઉત્સાહપૂર્વક ટેસ્ટ આપેલ હતો. સ્કૂલના અનુભવી શિક્ષકો દ્વારા ધોરણ ૧૦ પછી શું કરવું ? તે અંગેનું સુચેરૂ માર્ગદર્શન આપવામાં આવેલ હતું. કાર્યક્રમના અંતે શાળાના ટ્રસ્ટી તુષાર સર તથા નિલય સર ધોરણ ૧૦ પછી શું કરવું ? તે અંગે મૌલિક વિચારો વિદ્યાર્થીઓ સમક્ષ આગવી શૈલીમાં રજૂ કરી ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.