ઠાસરા તાલુકાના પીપલવાડા ગામનાં વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન
(પ્રતિનિધિ)ડાકોર, ઠાસરા તાલુકાના પીપલવાડા ગામમા વિદ્યાર્થીઓ દ્વારા ડાકોર ડેપોમાંથી બસના રૂટો ટાઇમ થી આવવાથી આજરોજ ધોરણ પાંચના વિદ્યાથીઓ તેમજ કોલેઝ ના આશરે ૧૫૦ થી ૨૦૦ વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં આવતી બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં પીપલવાડાના ગ્રામજનો દ્વારા પણ વિદ્યાર્થીઓને સપોટ કરી આંદોલન કરવામાં આવ્યું હતુ
પીપલવાડા તેમજ આજુબાજુના મુવાડા ગામના આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ડાકોર સ્કુલો તેમજ આણંદ કોલેઝ કરવા માટે બસનો ઉપયોગ કરતા હોય છે તેવામાં ડાકોર ડેપો દ્વારા બસો ફાળવવામાં ન આવતા આજરોજ ૨૦ વિદ્યાથીઓ દ્રારા બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતુ આ બાબતે ગામમાં રહેતા અમરસિંહ રાઠોડના જણાવ્યા પ્રમાણે અમારા ગામના બાળકો ડાકોર ડેપોના અધિકારીને અવારનવાર એસટી બસના રૂટો વધારવા માટે મૌખિક સુચનાઓ આપતા હતા અને ડાકોર ડેપોમાંથી બસ રૂટો વધારવા માટે જણાવતા હતા તેમ છતાં ડાકોરના ડેપોઅધિકારીની ઉંધ ઉડતી ન હતી જેનાથી આજરોજ બાળકો દ્વારા બસ રોકો આંદોલન કરવામાં આવ્યું હતુ.
ડાકોર ડેપોમાંથી બે દિવસ પહેલા પણ બાળકોને ત્યોથી કાઢી મુક્યા હતા જેનાથી ગ્રામજનો ભેગા થઈ બાળકો ને ન્યાય અપાવવાંમાં સહભાગી થયાં હતા આ બાબતમાં ડાકોર ડેપોના મેનેજર એસ.બી.સંઘાત સાથે વાત કરતા તેવો જણાવે છે કે અમારા ડેપોમાંથી બે દિવસ બસો મુકવામાં આવીન હતી તેમજ આજથી સાંજનો સાત વાગ્યો નો રૂટ તેમજ સવારના બસના રૂટમાં વધારો કરવામાં આવ્યો છે તેમજ ડાકોર ડિપોના અધિકારીઓ દ્વારા પીપલવાડાના બાળકોને ડાકોર ડેપોમાંથી બસની સુવિધા વધારવા માટે આવ્યા હતા ત્યારે ડાકોર ડેપોમાંથી તેવો ને કાઢી મૂકતા હતા તે બાબતે તેવો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ એસટીના કર્મચારી દ્વારા બાળકો સાથે ખરાબ વર્તન કર્યું હતું.તે બાબતે હું માફી માગુ છું