સરકારી સબસીડીવાળા ખાતરને બારોબાર ઉદ્યોગોને વેચવાનાં રેકેટનો પર્દાફાશ કરતી ભરૂચ એસઓજી
ખાતરના જથ્થા સહિત કુલ ૧૧.૨૯ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ ર્જીંય્ એ સરકારી સબસીડીવાળા ખાતરને બારોબાર ઉદ્યોગોને વેચવાનાં રેકેટનો પર્દાફાશ કરી એક આરોપીની સરકારી ખાતરના જથ્થા સહિત કુલ રૂપિયા ૧૧.૨૯ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. ભરૂચ એસઓજી પી.આઈ એ.એ.ચૌધરી તેમની ટીમ સાથે એ.ટી.એસ.ચાર્ટર મુજબની કામગીરીમાં શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન હે.કો. રવિન્દ્રભાઈને બાતમી મળી હતી કે સાંઈ રેસિડેન્સીમાં રહેતા હેમંત વિનોદભાઈ પાનવાલા ખેડૂત નહિ હોવા છતાં સરકારી ખાતરનો જથ્થો રાખી વેચાણ કરે છે.
નવા શુકલતીર્થ કરજણ ગામ જવાના રોડ ઉપર તબેલાવાળા શેડમાં ચલાવાતા ખાતર કૌભાંડ ઉપર એસઓજીની ટીમ ખેતી અધિકારીઓને લઈ ત્રાટકી હતી.શેડમાં આડસ વચ્ચે સરકારી સબસીડીવાળા ખાતરમાં ચોથા ભાગનું મીઠું ભરી નવા પેકેજમાં ભરી ઉદ્યોગોને વેચવાનું ચાલતું કાંડ બહાર આવ્યું હતું. એસઓજીએ સ્થળ પર એફએસએલની તપાસ બાદ ૨૨૪ ખાતરની બોરી ૬.૧૬ લાખનો જથ્થો, ખાતર તથા મીઠુ મિક્ષ કરેલ ૨૯ બોરી,૮૨ મીઠું ભરેલી બોરીઓ, ટેમ્પો, પેકેજીંગ મટિરિયલ્સ, સાધનો મળી કુલ રૂપિયા ૧૧.૨૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સરકારી સબસીડીવાળું ખાતર અંકલેશ્વરની ચિંતન એગ્રો માંથી આરોપી હેમંત ૧૭૦૦ માં બોરી ખરીદી તેમાં મીઠું ભેળવી પોટેશિયમ ક્લોરાઈડના પેકેજિંગમાં ૨૦૦૦ માં ભાવનગરના જયરાજ નામના શખ્સને વેચતો હતો.અત્યાર સુધી ખાતર કૌભાંડી હેમંત પાનવાલાએ ૧૫૦૦ થી ૨૦૦૦ ખાતરની બોરીઓ ખરીદી હોવાની કેફિયત વ્યક્ત કરી છે.ત્રણેય આરોપી સામે નબીપુર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.