ગંગા વિલાસ ક્રૂઝનાં ડિઝાઈનરઃ ડો.અન્નપૂર્ણા ગરીમલા
ક્રૂઝની ડિઝાઈનમાં ડો.અન્નપૂર્ણાએ મેક ઈન ઈન્ડિયા અને ભારતીયતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેમને આઝાદી પછીના વિકસિત ભારતની દેશી કલા અને આર્કિટેક્ટ પરંપરાઓ માટે ઓળખવામાં આવે છે
તા.૧૩ જાન્યુઆરી, ૨૦૨૩ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ એમ.વી.ગંગા વિલાસને લીલીઝંડી બતાવી રવાના કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું, ક્રૂઝ ટુરીઝમ કા યહ નયા દૌર ઈસ ક્ષેત્રમાં હમારે યુવા સાથિયો કો રોજગાર-સ્વરોજગાર કે નયે અવસર દેગા. વિદેશી પર્યટકો કે લિએ તો યહ આકર્ષણ હોગા હી, દેશ કે ભી જાે પર્યટક પહેલે એસે અનુભવો કે લિએ વિદેશ જાતે થે.. વો ભી અબ પૂર્વી-ઉત્તર પૂર્વીભારત કા રુખ કર પાયેંગે, યહ ક્રૂઝ જહાં સે ભી ગુજરેગા વહાં પર વિકાસ કી નયી લાઈટ તૈયાર કરેગા. ક્રૂઝ ટુરિઝમ કે લિએ ઐસી હી વ્યવસ્થાએ હમ દેશભર કી નદી જલમાર્ગાે મેં તૈયાર કર રહે હૈ.
પ્રધાનમંત્રી આટલા આશાવાદી છે એ પરિયોજનાને બંદરગાહ અને જળમાર્ગ મંત્રાલય અંતર્ગત ભારતીય આંતરદેશીય જળમાર્ગ પ્રાધિકરણ પરિયોજના તરીકે સમર્થન પ્રાપ્ત થયું છે.
યુરોપીય દેશોને ટક્કર મારે તેવું જાજરમાન ક્રૂઝ ભારતમાં પ્રથમવાર નિર્માણ પામ્યું છે. તેની વિશેષતાઓને જાણ્યા પહેલા એ જાણવું જરૂરી છે કે, તેની ભવ્યતા પાછળ એક ભારતીય નારીનો હાથ છે. આ મહાન કૃતિની સુંદરતાનું સર્જન કર્યું છે ડો. અન્નપૂર્ણા ગરીમલાએ.
ડો.અન્નપૂર્ણાએ ડિઝાઈનર અને આર્ટ હિસ્ટોરિયન છે, તેઓ બેંગલુરુમાં રહે છે. કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી બી.એ.કર્યા બાદ તેમણે ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાંથી એમ.ફીલ.અને પીએચ.ડી. કર્યું. તેઓ જેકફૂટ નામનું એક સંગઠન ચલાવે છે, તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. તેમને આઝાદી પછી વિકસિત ભારતની દેશી કલા અને આર્કિટેક્ચર પરંપરાઓ પર સંશોધન માટે ઓળખવામાં આવે છે. આ ક્ષેત્રેમાં તેમની મહારત છે.
ડો.અન્નપૂર્ણા આર્ટ, રિસોર્સિઝ એન્ડ ટિચિંગ ટ્રસ્ટનાં ફાઉન્ડર છે. આ ટ્રસ્ટ એક નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન છે, જે પબ્લિક આર્ટ લાયબ્રેરી ચલાવે છે અને સ્વતંત્ર રિસર્ચ પ્રોજેક્ટસ કંડક્ટ કરે છે. ડો.ગરીમલા માર્ગ પબ્લિકેશન્સમાં રિસર્ચ એડિટર અને એડવાઝરી બોર્ડ મેમ્બર રહી ચૂક્યાં છે. એમ કહેવું જરા પણ અતિશિયોક્તિ નથી કે, ડો.અન્નપૂર્ણાએ ગંગા વિલાસ ક્રૂઝની ડિઝાઈન માટે પોતાના સંપૂર્ણ અનુભવ ઉપયોગમાં લઈ લીધો છે. તેમણે તેને સંપૂર્ણ રીતે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કર્યું છે. તેની કલાકૃતિઓમાં પણ ભારતીય સંસ્કૃતિની ઝલક છે. કુશનથી લઈને ટાઈલ્સ સુધીની પ્રત્યેક ચીજ હાથથી બનાવવામાં આવી છે તેનું ફર્નિચર, ક્રોકરી, ખંડોના રંગ અને ડિઝાઈનમાં આઝાદી પછીના ભારતની ઝલક જાેવા મળી રહી છે. તેમાં ચમકીલા અને હલકા રંગોનો ઉપયોગ થયો છે.
આ ક્રૂઝ જાણે લહેરો પર ચાલતી અજાયબી છે. ક્રૂઝને સજાવવામાં ડો.અન્નપૂર્ણાએ મેક ઈન ઈન્ડિયા અને ભારતીયતા પર ફોકસ કર્યું છે. આ ક્રૂઝ સંપૂર્ણપણે ઈકોફ્રેન્ડલી છે, તેનાથી કોઈપણ જાતનું પ્રદૂષણ થવા પામશે નહીં. આ ક્રૂઝ ભારતની સિદ્ધિઓના તાજમાં હીરા માફક ચમકી ઊઠશે એવી સૌને શ્રદ્ધા છે. ક્રૂઝ ઓપરેટર કંપની અંતરા ક્રૂઝ પ્રાઈવેટ લિમિટેડના માલિક રાજસિંહે જણાવ્યું હતું કે, ઈસમેં ડિઝાઈન મેં કરીબ પાંચ સાલકના વક્ત લગા હૈ, યહ ક્રૂઝ પૂરી તરફ સે મેડ ઈન ઈન્ડિયા હૈ. ઈસે કોલકત્તાસે તૈયાર કિયા ગયા હૈ. વહીં ઈસકી ખાસ બાત યહ હે કી ઈસમેં લગી કાલીન સે લેકર ફર્નિચર તક હર ચીજ સ્વદેશી હૈ.
આ ક્રૂઝ ૨૦૨૦માં શરૂ થનારું હતું, પરંતુ કોવિડના હિસાબે શરૂ ન થઈ શક્યું. ૧૪ જાન્યુઆરીના શરૂ થયેલી સફરમાં ૩૨ ટુરિસ્ટ સ્વિત્ઝરલેન્ડથી આવ્યા છે. ૬૨ મીટર લાંબુ અને ૧૨ મીટર પહોળું આ ક્રૂઝમાં ૧૩ ડેક અને ૧૫ સુઈટ્સ છે. અસમના દિબુગઢ સુધીની ૩૨૦૦ કિ.મી.ની યાત્રા ૫૧ દિવસમાં પૂર્ણ થવાની છે. દેશ-વિદેશમાં પ્રસિદ્ધ થઈ ચૂકેલું આ ક્રૂઝનું બુકિંગ ગત ત્રણ વર્ષ અગાઉ શરૂ થઈ ચૂક્યું છે. દેશ-દુનિયામાં આકર્ષણરૂપ, મનમોહક ક્રુઝ માટે ડો.અન્નપૂર્ણાએ ખૂબ-ખૂબ અભિનંદન. આગામી વર્ષાેમાં પણ તેઓ આવી જ સુંદર કલા કૃતિઓનું સર્જન કરી ભારતનું નામ વિશ્વભરમાં ગુંજતુ રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવીએ. ભારતીય સંસ્કૃતિ અને કલા વારસાને ગંગા વિલાસ જેવા અતિ આધુનિક સર્જનમાં કેવી રીતે ગૂંથી શકાય એ માટેની સુઝ-બુઝ ધરાવતા ડો.અન્નપૂર્ણા ભારતીય યુવા માનસને સ્વદેશી રંગે રંગવા સક્ષમ છે. તેઓ પોતાનું આ કૌશલ્ય આગામી પેઢીઓમાં પણ જનતપૂર્વક આરોપશે. વિકસાવશે એવી શ્રદ્ધા છે.