Western Times News

Gujarati News

અલગ અલગ જીન્સથી મેળવો અનેરો લૂક

જીન્સ એવરગ્રીન આઉટફિટ છે, જે કોઈપણ પ્રસંગે પહેરી શકાય છે. જાે તમે અન્ય કરતાં કંઈક અલગ લૂક મેળવવા ઈચ્છતાં હો, તો આજકાલ ટ્રેન્ડી બનેલી જીન્સની નવી નવી પેટર્ન ટ્રાય કરી શકો છો. હાલમાં જીન્સમાં લેટેસ્ટ ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, તેના વિશે જાણીયે. જીન્સ કયારેય આઉટ ઓફ ફેશન નથી થતા. હા, સમયાંતરે એની પેટર્નમાં ફેરફાર થતાં જાેવા મળે છે.

આજકાલ જીન્સમાં અનેક પ્રકારના એકસપરિમેન્ટ થતાં જાેવા મળી રહ્યા છે એમાંની કેટલીક સ્ટાઈલ તો નેવુંના દાયકાનું પુનરાવર્તન જ છે. જાેકે આપણે સૌ જાણીયે જ છીએ કે ફેશન ફરી ફરીને પાછી આવી રહી છે. જે ઘણીખરી બોલિવૂડ અભિનેત્રીઓ કરીના કપૂર, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા વગેરે પણ અલગ અલગ ઈવેન્ટસમાં કેરી કરતી હોય છે. તમે પણ આવા અલગ અલગ પેટર્નના જીન્સ કેરી કરીને ડિફરન્ટ લૂક મેળવી શકો છો.

હાઈ રાઈઝડ ફોલ્ડ જીન્સ : હાઈ રાઈઝડ જીન્સ એન્કલ એટલે કે ઘૂંટીઓથી થોડું ઉંચુ હોય છે. આ જીન્સ સાથે રાઉન્ડ નેકલાઈન ધરાવતું ટોપ અથવા ટી-શર્ટ પહેરવાથી સ્ટાઈલિશ લૂક મળે છે. કોલેજ ગોઈંગ યુવતીઓ આવું જીન્સ કેરી કરી શકે છે ફોલ્ડ જીન્સને નીચેથી ફોલ્ડ કરીને ટાંકા લીેધલા હોય છે, જે તમને સ્પોર્ટી લૂક આપે છે.

જયોમેટ્રિકલ ડિસ્કો- રેટો જીન્સ : જયોમેટ્રિકલ જીન્સ પર જયોમેટ્રિકલ ડિઝાઈન બનાવવામાં આવેલી હોય છે. આ ડિઝાઈનને લીધે આવું જીન્સ એકદમ કૂલ લાગે છે ફેન્ડસર્કલ સાથે આઉટિંગ માટે જતાં હો ત્યારે આવું જયોમેટ્રિકલ જીન્સ ટ્રાય કરી શકો છો.

જયારે ડિસ્કો રેટ્રો જીન્સ ખરેખર તો પાર્ટીવેર છે આ જીન્સ વધારે સ્ટાઈલિશ લાગે તે માટે તેના પર એમ્બ્રોઈડરી કરવામાં આવે છે કે પછી સિકવન્સ લગાવવામાં આવે છે કયારેક આના પર નાના નાના આભલા પણ લગાવવામાં આવે છે, જેથી તે વધારે આકર્ષક લાગે છે. તમે આના પર તમને ગમતી અન્ય કોઈ એમ્બ્રોઈડરી કે સ્ટાઈલ કરાવીને ડિફરન્ટ લુક મેળવી શકો છો.

પોલ્કા ફ્રોપ્ડ- સ્ટ્રાઈપ ઈન્ડિગો જીન્સ : પોલ્કા ક્રોપ્ડ જીન્સમાં પોલ્કા ડોટસ હોય છે, જેના લીધે તે વધારે આકર્ષક લાગે છે. કેટલીક યુવતીઓ આવા જીન્સ પર મોતી લગાવડાવે છે, જેના લીધે તે અલગ રીતે અટ્રેક્ટિવ લાગે છે સ્ટ્રાઈપ્ડ ઈન્ડીગો જીન્સ પણ આજકાલ ટ્રેન્ડમાં છે આને ટોપ અટાયર સાથે કેરી કરીને પરફેકટ લૂક પ્રાપ્ત કરી શકાય છે.

ક્રોપ્ડ જીન્સ : આવા પ્રકારના જીન્સમાં બટન અને ઝિપ ઉપરાંત પાયજામાની માફક દોરી હોય છે જેને તમે તમને ફાવે એ રીતે ટાઈટ કે લૂઝ ફિટિંગમાં બાંધી શકો છો. દોરીથી આ જીસને ફિટિંગમાં રાખવાનું હોવાથી તે પહેરવામાં પણ આરામદાયક રહે છે. આ જીન્સથી તમને કેઝયુઅલ લૂક મળે છે અને તેની સાથે તમે સિમ્પલ શર્ટ, શોર્ટ કૂર્તી કે ટી-શર્ટ પણ ટ્રાય કરી શકો છો.

તમે રેગ્યુલર જીન્સ કરતા કંઈક અલગ ટ્રાય કરવા ઈચ્છતા હો, તો ડ્યુઅલ ટોન વાઈડ લેગ્ડ જીન્સ પહેરી શકો છો આવું જીન્સ કોઈપણ આધુનિકા માટે સારું રહે છે. આમાં કમરથી નીચેની તરફ જતાં જીન્સનો કલર ડાર્કમાંથી લાઈટ થતો જાય છે જેથી તેને ડ્યુઅલ ટોન જીન્સ કહે છે. બોલિવૂડના હીરોઈનોમાં હાલમાં આ લોકપ્રિય છે તેમાં તમને સાઈડ લાઈનમાં અલગ પટ્ટી પણ અલગ કલરમાં જાેવા મળે છે તો ક્યારેક ઢીંચણથી નીચેના ભાગમાં પણ ડ્યુઅલ કલરનું કોમ્બિનેશન કરવામાં આવે છે.

ડેનિમ શર્ટ :આ શર્ટમાં એક ભાગમાં ડેનિમ ફેબ્રિક લગાવેલું હોય છે અને સ્લીવમાં પણ કફ ડેનિમ ફેબ્રિકમાંથી જ બનાવેલા હોય છે જેના લીધે તેને સ્ટાઈલિશ લૂક મળે છે. આ શર્ટની સાથે તમે રેગ્યુલર પેન્ટ પહેરી શકો છો. જે તમને અન્ય કરતા અલગ દર્શાવશે. આમ, ઓલવેઝ ઈન એવા જીન્સ કેરી કરીને તમે પણ એવરગ્રીન લાગી શકો છો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.