Western Times News

Gujarati News

માતાએ ફોન પર ગેમ રમવાની ના પાડતાં ૧૪ વર્ષીય કિશોરીનો આપઘાત

ગોમતીપુરમાં બનેલો ચોંકાવનારો બનાવ : ભણવા બાબતે ઠપકો મળતા વિદ્યાર્થીનીને લાગી આવતા અંતિમ પગલું ભર્યું  : સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર

(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરના ગોમતીપુર વિસ્તારમાં હિરાલાલની ચાલીમાં રહેતી વિરલ વૈશ્ય નામની ૧૪ વર્ષની કિશોરી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ ભણવામાં ધ્યાન રાખવા સાથે છેલ્લા કેટલાક દિવસથી તે મોબાઈલ ફોનમાં પણ સતત વ્યસ્ત રહેતી હતી જેના પરિણામે પરિવારજનો તેને ટોકતા હતા પરંતુ વર્તમાન સ્થીતિમાં અનેક વિદ્યાર્થીઓને મોબાઈલ ફોનનું વળગણ હોય છે

જેના પરિણામે નાનપણથી જ મોબાઈલ ફોન પર ગેમ રમવામાં વિદ્યાર્થીઓ મુશગુલ બનતા હોય છે વિરલ સાથે પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી ગઈકાલે મોડી સાંજે વિરલ મોબાઈલ ફોન પર ગેમ રમવામાં વ્યસ્ત હતી આ દ્રશ્ય જાઈ તેની માતા ચંદ્રિકાબેને તેને ઠપકો આપવાની શરૂઆત કરી હતી.

નવુ શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ ભણવા પર ધ્યાન આપવા જણાવ્યું હતું અને મોબાઈલ ફોનથી દુર રહી તેમાં ગેમ નહી રમવા માટે જણાવતાં જ વિરલ માનસિક રીતે વ્યાકુળ બની ગઈ હતી માતાએ મોબાઈલ ફોન બાજુ પર મુકી ભણવા માટે ઠપકો આપ્યો હતો માતા ઠપકો આપી જતી રહી હતી.

પરંતુ વિરલને મનમાં લાગી આવ્યું હતું જેના પરિણામે તેણે રૂમનો દરવાજા બંધ કરી ગળેફાંસો ખાઈ લીધો હતો થોડીજ વારમાં માતા આવી પહોંચતા અંદરનું દ્રશ્ય જાઈ તેણે બુમાબુમ કરી મુકી હતી. મોબાઈલ ફોન બાબતે માતાએ ઠપકો આપતા જ પુત્રીએ અંતિમ પગલું ભરી લીધું હોવાની ઘટનાની જાણ સમગ્ર ચાલીમાં થઈ જતાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

બીજીબાજુ આ અંગેની જાણ ગોમતીપુર પોલીસને કરવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા અને વિદ્યાર્થીનીના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો આ અંગે પુછપરછ કરતા માતાએ પોતે ઠપકો આપ્યો હોવાનું જણાવ્યું હતું. સમાજ માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.