Western Times News

Gujarati News

USA જવા માંગતા ભારતીયોની સમસ્યાનો આખરે અંત આવશે

વૉશિંગ્ટન, અમેરિકાના વિઝા મેળવવાનું કામ ભારતીયો માટે લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. ભારતમાં અમેરિકાના વિઝાની અપોઈનમેન્ટ માટે બે વર્ષ સુધીની રાહ જાેવી પડે છે. બેકલોગ એટલો વધી ગયો છે કે નવી અપોઈનમેન્ટ લેનારે લાંબો સમય રાહ જાેવું પડે છે.

પરંતુ હવે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. તેઓ સુનિશ્ચિત કરવા માંગે છે કે અભ્યાસ, કામ કે વેપાર અર્થે આવતા તેમજ પરિવારને મળવા માટે અમેરિકા આવવા માંગતા ભારતીયોને ઝડપથી વિઝા મળી શકે.

મંગળવારના રોજ અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે પહેલા જે વેઈટિંગ પીરિયડ ૧૦૦૦ દિવસનો હતો તે હવે ઘટીને ૫૮૦ દિવસ થઈ ગયો છે.

જાે કે તેમણે સ્વીકાર્યું કે આ સમયગાળો પણ ઘટાડવાની જરૂર છે. આ માટે જરૂરી પગલા લેવામાં આવ્યા છે. સૌથી પહેલા તો અમેરિકાની એમ્બેસીમાં સ્ટાફ વધારવામાં આવ્યો.

આ સિવાય લૉ રિસ્ક ટ્રાવેલર્સ જેમ કે એવા લોકો જે પહેલા અમેરિકા જઈને આવ્યા હોય તેના માટે ઈન્ટર્વ્યુની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી. આ સિવાય વર્ષ ૨૦૦૪માં બંધ કરી દેવામાં આવેલા ડોમેસ્ટિક વિઝા રિન્યૂ કરવાના પાઈલટ પ્રોગ્રામને ફરીથી શરુ કરવામાં આવશે.

આ પ્રોગ્રામ શરુ થવાને કારણે લોકોએ પોતાની વિઝા રિન્યૂ કરવા માટે પોતાના દેશ પાછા જવાની જરૂર નહીં પડે. ડેપ્યુટી આસિસ્ટન્ટ સેકેર્ટરી જૂલી સ્ટફ જણાવે છે કે, અમે કોઈ પણ રીતે આ સ્થિતિમાંથી બહાર નીકળવા માંગીએ છીએ. આવી સ્થિતિ પહેલા ક્યારેય નથી ઉભી થઈ.

કોરોના મહામારીને કારણે આ બેકલોગની સ્થિતિ સર્જાઈ છે. ઉપરાંત, ભારતમાં અમેરિકાની વિઝાની ડિમાન્ડ ખૂબ વધારે હોવાને કારણે પણ સમસ્યા ઉભી થઈ છે. ઉલ્લેખનીય છે કે, વિઝા મળવામાં વિલંબ થવાને કારણે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, ગેસ્ટ વર્કર્સ, બિઝનેસ સાથે જાેડાયેલા લોકો અને પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે.

ઉલ્લેખનીય છે કે ટેક સેક્ટરમાં પિન્ક સ્લિપ્સની સંખ્યા વધવાનો કારણે  H-1B વિઝા પર અમેરિકા ગયેલા ભારતીય કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા છે. કારણકે જેમણે નોકરી ગુમાવી છે તેમણે બે મહિનાના સમયગાળામાં પાછું ભારત આવાવનું રહેશે અથવા તો નવી નોકરી શોધવાની રહેશે.

અધિકારીઓ જણાવે છે કે અમેરિકાએ કોરોના મહામારી પછી પહેલાની સરખામણીમાં ૩૬ ટકા વધારે વિઝા આપ્યા છે. ભારતમાં પણ સ્ટાફ વધારવામાં આવ્યો છે અને તેઓ શનિવારના રોજ પણ કામ કરે છે. તેમ થતાં સમસ્યાનું નિરાકરણ લાવવાનું મુશ્કેલ બનતા બ્યૂરો કંઈક એવું કરવા જઈ રહ્યું છે જે પાછલા ૨૦ વર્ષમા નથી કર્યું- ડોમેસ્ટિક અથવા સ્ટેટ-સાઈડ વિઝા રિન્યુઅલ.

H-1B, H-4, L-1 અને L-2 વિઝા ધરાવતા લોકો માટે આ વિકલ્પ ઉપ્લબ્ધ હશે. સમયની સાથએ અન્ય કેટેગરીમાં પણ તેને લાગુ કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.