સેન્સેક્સમાં ૧૩૯, નિફ્ટીમાં ૩૧ પોઈન્ટનો ઘડાટો જાેવાયો

મુંબઈ,પાવર સેક્ટર અને રિયલ એસ્ટેટ સેક્ટરના શેરોમાં વેચવાલીથી સ્થાનિક શેરબજાર ગુરુવારે ઘટાડા સાથે બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ ૧૩૯.૧૮ પોઈન્ટ અથવા ૦.૨૩ ટકાના ઘટાડા સાથે ૫૯,૬૦૫.૮૦ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ૩૦.૮૦ પોઈન્ટ અથવા ૦.૧૮ ટકાના ઘટાડા સાથે ૧૭,૫૨૩.૫૦ પર બંધ થયો હતો. ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો નાણાકીય, મેટલ અને એફએમસીજી સેક્ટરના શેરમાં ખરીદી જાેવા મળી હતી.
એનએસઈ નિફ્ટીમાં સૌથી વધુ ૩.૧૮ ટકાના ઘટાડા સાથે એશિયન પેઈન્ટ્સ હતો. એ જ રીતે, લાર્સન એન્ડ ટુબ્રો ૧.૮૬ ટકા, ટાઇટન ૧.૬૩ ટકા, ડિવિસ લેબ્સ અને ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૪૪ ટકા ઘટ્યા હતા. હિન્દાલ્કો ૧.૭૯ ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. કોલ ઈન્ડિયા ૧.૬૩ ટકા, એક્સિસ બેન્ક ૧.૫૮ ટકા, જેએસડબલ્યુ સ્ટીલ ૧.૩૩ ટકા અને ટાટા મોટર્સ ૧.૨૯ ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. બીએસઈ સેન્સેક્સ પર એશિયન પેઇન્ટ્સના શેરમાં ગુરુવારે મહત્તમ ૩.૨૦ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો. એ જ રીતે લાર્સન એન્ડ ટુબ્રો, ઇન્ડસઇન્ડ બેંક, ભારતી એરટેલ અને ટાઇટનના શેર પણ લાલ નિશાન સાથે બંધ થયા હતા.
એક્સિસ બેન્કનો શેર સેન્સેક્સમાં સૌથી વધુ ૧.૪૪ ટકાના વધારા સાથે બંધ થયો હતો. એ જ રીતે આઈટીસી, ટાટા મોટર્સ, એસબીઆ અને ટાટા સ્ટીલના શેર પણ લીલા નિશાનમાં બંધ થયા હતા. અમેરિકી ડોલર સામે રૂપિયામાં ઉછાળો જાેવા મળ્યો હતો. અમેરિકી ડોલર સામે રૂપિયો ૮૨.૭૩ ના સ્તર પર બંધ થયો. પાછલા સત્રમાં રૂપિયો ૮૨.૮૫ ના સ્તર પર બંધ થયો હતો.SS2.PG