Western Times News

Gujarati News

ટ્રાફિક સમસ્યા હળવી કરવા ૧૬ લેફટ ફ્રી પોઈન્ટ નકકી કરાયા

file

સી.જી.રોડ પાર્કિંગમાં થતા દબાણો દુર કરવા તાકિદ કરાઈ: હિતેશ બારોટ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના ટ્રાફિકને સરળ બનાવવા માટે મ્યુનિ. ટ્રાફિક વિભાગ તરફથી ખાસ આયોજન કરવામાં આવ્યુ છે આ ઉપરાંત ર૦રર-ર૩ના વર્ષમાં બનેલા રોડ રસ્તા પર કોન્ટ્રાકટરના નામ સાથેની તકતી મુકવા તેમજ ફાયર વિભાગના સાધનોની મરામત અંગે સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં ચર્ચા થઈ હતી. 16 left free points have been identified to ease the traffic problem

મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ એ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં સતત ટ્રાફિકની સમસ્યા વધી રહી છે દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યામાં વધારો થાય છે જેમાં ખાસ કરી ને ચાર રસ્તા ઉપર ટ્રાફિક વધુ થતો હોય છે. ડાબી તરફ જવા માટે રસ્તો ખુલ્લો હોવો જાેઈએ પરંતુ આ ડાબી તરફનો રસ્તો ખુલ્લો હતો નથી.

જેના કારણે સિગ્નલ પર ઉભેલા વાહનોની લાંબી કતાર લાગી જાય છે. ત્યારે આવા શહેરમાં ૧૬ જેટલા ટ્રાફિક સિગ્નલ છે જ્યાં લેફ્ટ ટર્ન ફ્રી આગામી દિવસોમાં કરવામાં આવશે. કમિટીમાં શહેરમાં પીકઅવર્સ દરમિયાન ટ્રાફિક થતો હોય છે જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ અને ટ્રાફિક વિભાગએ સંયુક્ત રીતે ૧૬ સિગ્નલને આઈડેન્ટીફાય કર્યા છે અને ત્યાં લેફ્ટ ટર્ન ફ્રી લાગુ કરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન નવા રોડ બનાવવામાં આવ્યા છે ત્યાં કોન્ટ્રાક્ટરના નામ અને કયા સમયે બનાવી તે વગેરે વિગતો સામેની પથ્થરની તકી લગાવવા માટેનો ર્નિણય લેવામાં આવ્યો હતો.

બે મહિના અગાઉ આ પથ્થરની તકતી લગાવવા અંગેની સૂચના મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આપી હતી પરંતુ હજી સુધી નવા બનેલા રોડ ઉપર ક્યાંય પણ તકતી લગાવવામાં આવી નથી. આગામી ૨૦ માર્ચ સુધીમાં આ કોન્ટ્રાક્ટરોના નામ સાથેની તકતી લગાવી દેવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ ખોદકામ માટે જે આરો પરમીટ આપવામાં આવે છે તે માટે છેલ્લા કેટલાક સમયથી બેંક ગેરંટી લેવામાં આવે છે અગાઉ આરો માટે રોકડ ડીપોઝીટ લેવામાં આવતી હતી પરંતુ ઈજનેર વિભાગ દ્વારા કોઈને પણ જાણ કર્યાં વિના બેંક ગેરંટી સીસ્ટમ ચાલુ કરવામાં આવી છે

તેથી આગામી સમયમાં ડીપોઝીટ તરીકે રોકડ રકમ લેવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી છે આ ઉપરાંત શહેરના સી.જી.રોડ પર જે ઓન રોડ પાર્કિંગ બનાવવામાં આવ્યુ છે તેમાં દબાણો વધી રહયા હોવાની ફરિયાદ છે તે બાબતે પણ જવાબદાર અધિકારીઓને સુચના આપી છે.

અમદાવાદના ફાયરબ્રિગેડ વિભાગની કામગીરીને લઈને પણ સ્ટેન્ડીંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના જે સાધનો આવેલા છે તે તમામ સાધનોનું નિયમિતપણે ચેકિંગ કરવામાં આવે કે આ સાધનો યોગ્ય રીતે ચાલે છે કે કેમ અને ત્વરિત કામગીરી થઈ શકે છે કે

કેમ કારણ કે અગાઉ પણ ફાયર બ્રિગેડના સાધનો કામ કરતા નથી હોતા તેવા આક્ષેપો થયા હતા. ત્યારે થલતેજ ફાયર સ્ટેશન પર રાખવામાં આવેલી ૮૧ મીટર ઊંચો હાઇડ્રોલિક પ્લેટફોર્મ છેલ્લા ૨૨ દિવસથી બંધ છે તો આ સાધન કઈ રીતે બંધ થઈ જાય છે અને આનું નિયમિતપણે ચેકિંગ કરવામાં આવે. જેથી ત્વરિત આ સાધનની રીપેરીંગની કામગીરી હાથ ધરી શકાય અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.