તેલના ભાવ વધતાં હવે ફરસાણના ભાવ રડાવશે

સિંગતેલના ભાવમાં વધારો થતાં તેના પરિણામેે ફરસાણમાં પણ ભાવવધારો ઝીંકાશે
(એજન્સી) અમદાવાદ, હોળી-ધૂળેટીના તહેવાર નજીકમાં આવતા ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સિંગતેલમાં હજુ પણ ભાવ વધવાની શક્યતા છે.
ત્યારે હવેે સિંગતેલના ગ્રાહકો સૂર્યમુખી, કપાસિયા, મકાઈ તેલ તરફ વળ્યા છે. પરંતુ સિંગતેલના ભાવના વારધાની સીધી અસર ટૂંક સમયમાં કપાસિયા તેલ અને સાઈડ તેલમાં પણ જાેવા મળી શકે છે. હોળી-ધૂળેટી સહિતના તહેવારો જેમ જેમ નજીક આવતા જાય છે
તેમ તેમ સિંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થવાની સાથે સાથે તેલની સાથેેે સીધા સંકળાયેલા ફરસાણના ભાવ અને કેટરીંગના મેનુમાં પણ ભાવ વધારો આવી શકે છે. મોંઘવારીના આ ‘ડબલ ડોઝ’ સામે મધ્યમ વર્ગ મજબુર બન્યો છે. અને લોકોએ હવે તળેલાનો ‘ત્યાગ’ કરવો પડે એવી કપરી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યુ છે.
સિંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સિઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવુ પડી રહ્યુ છે. સિંગતેલના ડબ્બાનો ભાવ રૂા.૩૦૦૦ સુધી પહોંચી ગયો છે. આવનારા દિવસોમાં પણ ફરસાણ મોઘું થવાની પૂરી શક્યતાઓને પગલેેેે લોકોએ ફરસાણ ખાવા માટે સ્પેેશ્યલ બજેટ વધારવુ પડશે. સિંગતેેલ મોંઘુ થવા માંડતા ફરસાણ, ખાદ્યચીજાેમાં ભેળસેળ કે વાસી દાઝેલુ તેલ વાપરવાનું જાેખમ પણ વધ્યુે છે.
ગત વર્ષે ફેબ્રુઆરીમાં જ રશિયા અને યુક્રેનના યુધ્ધના કારણે ખાદ્યતેલોના ભાવમાં સતત વધારો જાેવા મળ્યો છે.ે તેના કારણે ફરસાણમાં પણ ભાવવધારો ઝીંકાયો હતો. શહેરમાં જુદા જુદા ફરસાણના ભાવમાં ૧૦ ટકાનો એટલે રૂા.૪૦ નો વધારો થયો હતો ત્યારબાદ છેલ્લા એક વર્ષથી ફરસાણના ભાવ હાલમાં ૪૦૦-૪પ૦ રૂપિયા સુધીના જાેવા મળી રહ્યા છે.
હાલમાં ગાંઠીયાના ભાવમાં પ્રતિ કિલોગ્રામે રૂા.ર૦નો વધારો કરવામાં આવતા નાના વર્ગના લકો હાલમાં ગાંઠીયા ખરીદવાનું ટાળી રહ્યા છે. અથવા તો ઓછા પ્રમાણમાં ખરીદી રહ્યા છે. ઘરેલું વપરાશ માટે મોટાભાગે ગૃહિણીઓ સિંગતેલનો ઉપયોગ કરે છે. ઘરના રસોડામાં વપરાતા દાળ, શાક, ફરસાણમાં પણ તેલના વધેલા ભાવ રસોડાના બજેટ ખોરવી રહ્યા છે.
સામાન્ય રીતેેે ફરસાણમાં કપાસિયા તેલ ઉપયોગમાં લેવાય છે. પરંતુ ગાંઠીયા પાપડી-ભજીયા સહિતના કેટલાંક ફરસાણ માત્ર સિંગતેલમાં જ બનાવવાનો સ્વાદરિયાઓ આગ્રહ રાખે છે. છેલ્લા ચાર દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂા.૧૭૦નો વધારો થયો છે.
અમદાવાદમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂા.૩૦૦૦ થી વધુએ પહોંચ્યો છે. સિંગતેલના ભાવ વધારાને લઈને ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયુ છે. અન્ય ખાદ્યતેલોની સરખામણીએ સિંગતેલોની સરખામણીએ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂા.એક હજાર જેટલો વધુ છે.
ખાસ તો લગ્ન સિઝન દરમ્યાન તેલના ભાવમાં વધારો થતાં મોંઘવારીનો માર નડી શકે છે. ખાસ કરીને ગાંઠીયા, ફાફડા, ભજીયા, ગોટા, સમોસા ફરસી પૂરી અને કચોરી સહિતના ભાવમાં ફરી કિલોદીઠ રૂા.ર૦ થી ૩૦નો ભાવવધારો ઝીંકાઈ શકે છે.