Hritik Roshanના સ્ટંટમેનને જોતાં ચોંકી ગયા ફેન્સ
મુંબઈ, બોલિવૂડ એક્ટર રિતિક રોશનની એક જૂની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે ફિલ્મ વિક્રમ વેધાના સેટની છે. આ તસવીરમાં રિતિક રોશન સાથે સ્ટંટમેન મન્સૂર અલી ખાન જાેવા મળી રહ્યો છે. આ તસવીર જાેઈને ફેન્સ એકદમ સ્તબ્ધ થઈ ગયા.
આ તસવીર જાેઈને ચાહકોને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની યાદ આવી ગઈ. એક ક્ષણ માટે લાગ્યું કે જાણે સુશાંત પાછો આવી ગયો છે! આ તસવીરમાં સ્ટંટમેન મન્સૂર અલી ખાનનો ચહેરો સુશાંત સિંહ રાજપૂત સાથે બરાબર મેચ થઈ રહ્યો છે. આ તસવીર હાલમાં જ એક ફોટોગ્રાફરે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. મન્સૂરે આ તસવીર રિતિક રોશનના જન્મદિવસ પર શેર કરી હતી.
આ તસવીર જાેઈને ચાહકો એકદમ ચોંકી ગયા હતા. તેમણે સુશાંતના દેખાવ અને ઊંચાઈ સાથે મન્સૂરની સામ્યતા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. સુશાંતનું વર્ષ ૨૦૨૦માં મૃત્યુ થયું હતું.
જૂન ૨૦૨૦માં સુશાંત બાંદ્રામાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સૈફ અલી ખાન અને રિતિક રોશન સ્ટારર ફિલ્મ વિક્રમ વેધાએ તમિલમાં બનેલી ફિલ્મ ‘વિક્રમ વેધા’ની રીમેક છે. ‘વિક્રમ વેધા’ની હિન્દી રીમેકને પણ પુષ્પા-ગાયત્રીએ ડિરેક્ટ કરી છે.
‘વિક્રમ વેધા’ વિક્રમ વેતાળની લોકવાર્તા આધારિત નિયો-નોયર એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં એક સશક્ત પોલીસકર્મીને દર્શાવવામાં આવશે જે તેના જેટલા જ મજબૂત ગેંગસ્ટરને શોધીને મારી નાખવા માગે છે. ‘વિક્રમ વેધા’ આ જ નામની તમિલ બ્લોકબસ્ટરની હિન્દી રિમેક છે. તમિલ ફિલ્મમાં આર. માધવન અને વિજય સેતુપતિ લીડ રોલમાં હતા.
હૃતિક રોશન ઉપરાંત આ ફિલ્મમાં લીડ રોલમાં સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે છે. વિક્રમ વેધાનું મોટાભાગનું શૂટિંગ ભારતમાં કરવામાં આવ્યું છે, જેમાં લખનઉ પણ સામેલ છે. ફિલ્મનો એક ભાગ યુનાઈટેડ અરબ એમિરાટ્સમાં ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૧માં શૂટ કરવામાં આવ્યો હતો.
કારણકે આ એકમાત્ર સ્થળ હતું જ્યાં બાયો-બબલવાળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું. જ્યાં ક્રૂના સ્ટેની વ્યવસ્થા થઈ શકતી હતી. આ ફિલ્મનું ડિરેક્શન પુષ્કર અને ગાયત્રીએ કર્યું છે.SS1MS