Western Times News

Gujarati News

શહેરી આરોગ્યની સેવાઓ વધારે સુદ્રઢ કરવા બજેટમાં 250 કરોડની જોગવાઈ

• જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવાઓ માટે `૯૨૬૩ કરોડની જોગવાઇ.

• આરોગ્ય સેવાઓ અને બિન સંચારી રોગોના અટકાયત અને નિયંત્રણ માટે નેશનલ હેલ્થ મિશન હેઠળ `૧૭૪૫ કરોડની જોગવાઈ.

• પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મફત તબીબી સારવાર આપવા `૧૬૦૦ કરોડની જોગવાઇ.

• ૧૫માં નાણાપંચ અંતર્ગત આરોગ્ય કેન્‍દ્રોની માળખાકિય સગવડો અને નિદાન સુવિધા વધારવા માટે `૬૪૩ કરોડની જોગવાઇ.

• આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને બીજી જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ બેંકની સહાયથી `૪૨૦૦ કરોડના ખર્ચે શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેકટ અંતર્ગત આગામી વર્ષ માટે `૩૫૦ કરોડની જોગવાઈ.

• કસ્તુરબા પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના વગેરે મહિલાલક્ષી યોજનાઓ માટે `૩૨૪ કરોડની જોગવાઈ.

• પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા સબ સેન્ટરના નવિન મકાન બાંધકામ માટે `૭૧ કરોડની જોગવાઈ.

• નવજાત શિશુઓને જરૂરી તમામ આરોગ્ય વિષયક સેવાઓ આપવા માટે કાર્યરત SNCUની સંખ્યામાં ૫૦ નો વધારો કરવામાં આવશે, જે માટે `૨૪ કરોડની જોગવાઇ.

• ૫૦ અંતરિયાળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાઓ અને બાળકોના નિષ્ણાંત ડોકટરની સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે `૧૨ કરોડની જોગવાઇ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.