ફિઝીકલ હેન્ડિકેપ સંસ્થા દ્વારા ધનસુરા ખાતે દિવ્યાંગ ભાઈ-બહેનો માટે સ્વરોજગાર કેમ્પ યોજાયો

(પ્રતિનિધિ) બાયડ, આજ રોજ અરવલ્લી ફિઝિકલ હેન્ડિકેપ સંસ્થા બુટાલ દ્વારા આયોજિત દિવ્યાંગ ભાઈ બહેનો માટે સ્વરોજગાર કેમ્પ ધનસુરા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ અને ધનસુરાના સરપંચ હેમલતાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં અરવલ્લી જીલ્લા રોજગાર અધિકારી, લીડ બેન્ક મેનેજર, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મેનેજર, રુરલ કંપની ભિલોડાના જીતુભાઈ તથા બેન્ક મિત્રની નિમણુંક માટે ગૌરાંગભાઇ તેમજ અંધજન મંડળ વસ્ત્રાપુરથી રક્ષાબહેન ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમમાં અરવલ્લી જીલ્લાના કુલ ૨૦૦ ઉપરાંતની સંખ્યામાં ઉપસ્થિત રહી દિવ્યાંગ ભાઈ બહેનોએ સ્વરોજગાર કેમ્પનો લાભ લીધો હતો. આ દિવ્યાંગ ભાઈ-બહેનો માટેના સ્વરોજગાર કેમ્પની સફળતા માટે સંસ્થાના પ્રમુખ કરશનભાઇપટેલ, પ્રકાશભાઈ જાેષી, વિનોદભાઈ પટેલ બુટાલ, પુષ્પાબહેન તેમજ વિજયભાઈ રાણા વગેરે ખુબજ જહેમત ઉઠાવી હતી ધનસુરા સરપંચ દ્વારા પુરો સાથ સહકાર આપવા ખાત્રી આપી હતી. આ કાર્યક્રમમાં જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી સંજયભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત સૌ દિવ્યાંગ ભાઈ-બહેનોને સુંદર માહિતી પુરી પાડવામાં આવી હતી.