વિમા પોલીસી સરેન્ડર કરો તો GST રીફંડ મેળવી શકાશે
GST રકમ પરત મેળવી શકાશે: ઓનલાઈન પ્રક્રિયા 10 વર્ષની વીમા પોલીસી પાંચ વર્ષમાં સરન્ડર કરો તો પણ બાકીના વર્ષનું જીએસટી પરત મળશે
નવી દિલ્હી: ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષના વ્યાપ વધી ગયા છે અને હવે તમો વિમા પોલીસી લો અથવા તો નવું ઘર ખરીદો તો તમારે GST ભરવો પડે છે અને જો વિમા પોલીસી તેના 15 દિવસના વેઈટીંગ પીરીયડ બાદ તમો અસ્વીકારો કે અન્ય કોઈ કારણોસર તે પરત કરવી પડે તો અત્યાર સુધી જીએસટી પરત મેળવવા ખૂબ જ લાંબી પ્રક્રિયા અપનાવી પડતી હતી.
આ જ રીતે ઘરનું બુકીંગ રદ થાય તો પણ GST રીફંડ લેવાનું સરળ બની ગયું છે. ગત વર્ષ ડિસેમ્બર માસમાં GSTના Refundના નિયમોમાં જે સુધારા કરાયા છે તે પછી આ પ્રક્રિયા સરળ બની છે. અગાઉ તમારી પાસે GST નંબર ના હોય તો રીફંડ મળતું. ઉપરાંત ગત નાણાકીય વર્ષના પેમેન્ટ પરનો જીએસટી પણ પરત મળતો ન હતો પણ હવે જેની પાસે જીએસટી નંબર નથી અને તેણે આ પ્રકારનું રીફંડ મેળવાશે.
તેણે GST પોર્ટલ પર જઈને કામ ચલાઉ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં તમારે તમામ માહિતી આપવી પડશે અને છેલ્લે ફોર્મ જીએસટી- આરએફડી-01 ભરીને અન્ય રજીસ્ટર પર્સન- જીએસટી કલેમ કરી શકાશે તથા તેમાં તેઓએ જીએસટી ભર્યાના પુરાવા કરાર રદ થવાની સર્ટી દસ્તાવેજ પણ ડીજીટલી જમા કરાવીને તે રીફંડ મેળવી શકશે.
2 વર્ષ સુધીના આ પ્રકારના જીએસટી રીફંડ મેળવી શકાશે પણ તેમાં તમારી પાસે ‘પેન’ કાર્ડ બેન્ક ખાતાની માહિતી અને આધાર હોવું જરૂરી છે.
ઉપરાંત તેમાં 10 વર્ષ માટે પોલીસી ખરીદો અને પાંચ વર્ષમાં સરેન્ડર કરી તો બાકીના પાંચ વર્ષનું જીએસટી પણ રીફંડ મેળવી શકાશે.