ધનસુરા ખાતે દિવ્યાંગ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર પ્રોત્સાહક શિબીર યોજાઈ
(પ્રતિનિધિ) બાયડ, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ,રોજગાર અને તાલીમ નિયામક શ્રી ની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર કચેરી મોડાસા અને સાબરકાંઠા અરવલ્લી ફિઝીકલી હેન્ડીકેપ્ડ વેલફેર મંડળ ના સહયોગથી ધનસુરા ખાતે દિવ્યાંગ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર પ્રોત્સાહક શિબીર નુ આયોજન કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમ ધનસુરા ના બ્રહ્માણી માતાજી ના મંદિર ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમ માં દિવ્યાંગ ભાઈ બહેનો ને રોજગાર લક્ષી માહિતી આપવામાં આવી હતી.સાબરકાંઠા અરવલ્લી ફિઝીકલી હેન્ડીકેપ્ડ વેલફેર મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમ કરવામાં આવે છે.સાથે કાર્યક્રમ માં નોકરી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓ એ દિવ્યાંગ ભાઇ બહેનો ને નોકરી વિષે માહિતી આપી હતી.આ કાર્યક્રમ માં ધનસુરા મોડાસા સહિત જીલ્લાના દિવ્યાંગ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
દિવ્યાંગ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર પ્રોત્સાહક શિબીર માં ધનસુરા ના સરપંચ હેમલત્તાબેન પટેલ,રોજગાર કચેરીના કાઉન્સેલર નિરવભાઈ સોની,જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના પ્રતિનિધી શ્રી સંજયભાઈ પટેલ, સાબરકાંઠા અરવલ્લી ફિઝીકલી હેન્ડીકેપ્ડ વેલફેર મંડળ ના વિનોદચંદ્ર પટેલ, પુષ્પાબેન પટેલ સહિત દિવ્યાંગ ભાઈ બહેનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના પ્રતિનિધિ શ્રી કે.એચ.પટેલ, લીડ બેંક મેનેજર શ્રી તાહિરભાઈ સિદ્દીકી તેમજ અરવલ્લી અને ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેલ હતા. જેમાં કુલ – ૪૪ દિવ્યાંગ રોજગાર વાચ્છુંકો હાજર રહ્યા હતા. તે પૈકી ૨૪ જેટલા દિવ્યાંગ રોજગાર વાચ્છુંક ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ. તેમજ રોજગાર કચેરીના કાઉન્સેલર નિરવભાઈ સોની દ્વારા અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન અંગે તથા કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.