Abu Dhabi : BAPS Hindu મંદિરનાં નિર્માણની કેટલીક તસવીરો
BAPS Hindu Mandir Abu Dhabi
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો આરબ ભૂમિ પર મંદિર કરવાનો સંકલ્પ થઈ રહ્યો છે સાકાર
યુ. એ. ઇ.ની રાજધાની અબુધાબીમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભવ્ય બી. એ. પી. એસ. હિન્દુ મંદિરનું થઈ રહ્યું છે નિર્માણ
આ મંદિર ભારત અને યુ. એ. ઇ વચ્ચેના ગાઢ સંબધોનું પ્રતીક, યુ. એ. ઇ માં વસતા ૩૩ લાખ ભારતીયો ઉપરાંત અન્ય અનેક સંસ્કૃતિઓ અને સમુદાયો માટે પ્રેરણાનું પ્રતીક
Construction Update – February 2023#abudhabimandir #mandirinUAE #harmony #tolerance pic.twitter.com/lLtsMqUtN5
— BAPS Hindu Mandir (@AbuDhabiMandir) February 28, 2023
૨૦૧૯માં વિશ્વપ્રસિદ્ધ શેખ ઝાયેદ મસ્જિદમાં મહંતસ્વામી મહારાજ અને સંતવૃંદની શેખ નહ્યાને કરાવી હતી પધરામણી
2૦૧૯ માં આરબ જગતની સર્વપ્રથમ વિશ્વ બંધુત્વ પરિષદમાં બી. એ. પી. એસ સંસ્થાના પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ કર્યું હતું ઉદ્ઘાટન-પ્રવચન
Coming together in the Light #mandirmoods pic.twitter.com/P5Hfwx81Jg
— BAPS Hindu Mandir (@AbuDhabiMandir) February 23, 2023
સદીઓથી ભારત અને અખાતી આરબ દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધની એક નિરાળી ગંગા વહેતી રહી છે. ૧૯૯૭માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ આરબ ભૂમિ પર પધાર્યા ત્યારે તેઓએ અહી વસતા હિન્દુઓની ધર્મભાવનાને પોષણ કરવા એક પવિત્ર સંકલ્પ કર્યો હતો કે આરબ ભૂમિ પર ભવ્ય સંસ્કૃતિધામ મંદિરનું નિર્માણ થાય.
Views from the Amphitheatre #mandirmoods #photo #picoftheday pic.twitter.com/WGHRwAPssB
— BAPS Hindu Mandir (@AbuDhabiMandir) February 20, 2023
વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં એપ્રિલ, ૨૦૧૯માં અબુધાબીમાં બી. એ. પી. એસ.હિન્દુ મંદિરનો ભવ્ય શિલાન્યાસ વિધિ સંપન્ન થયો હતો. યુ. એ. ઇ. ની સરકારે પ્રારંભમાં આ મંદિરના નિર્માણ માટે અઢી એકર ભૂમિ ફાળવી હતી. શેખ અબ્દુલ્લા બિન ઝાએદ અલ નહ્યાને દિલ્લીના અક્ષરધામની મુલાકાત પણ લીધી હતી. ત્યારબાદ અબુધાબીના ક્રાઉન પ્રિન્સે ૨૭ એકર ભૂમિનું દાન કર્યું હતું.
પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજી અને વડીલ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી સાથે દુબઈ ખાતે @BAPS સ્વામીનારાયણ સંસ્થાન દ્વારા નિર્માણાધીન હિન્દુ મંદિરના સ્થળની મુલાકાત લીધી,આ ભવ્ય મંદિરની કામગીરી નિહાળી અનહદ આનંદની અનુભૂતિ પ્રાપ્ત થઈ.સર્વે સનાતની ધર્મપ્રેમીઓ માટે આ ખૂબ જ ગર્વની બાબત છે. pic.twitter.com/ntLu77Q4wj
— I.K.JADEJA (@IKJadejaBJP) February 7, 2023
વર્ષોથી બાહરીનના રાજવી પરિવાર અને બી. એ. પી. એસ વચ્ચે ઘણી સદભાવના મુલાકાતો યોજાઇ હતી. અહી એક વિસ્તૃત હિન્દુ મંદિરની જરૂરિયાત છે તે અંગેની રજૂઆત બાદ, ભારત સરકાર અને બાહરીન સરકારના સંયુક્ત સહયોગથી બી. એ. પી. એસ મંદિર માટે ફેબ્રુઆરી ૨૦૨૨ માં મંદિર માટે જમીન પ્રાપ્ત થઈ છે.