Western Times News

Gujarati News

વૈશાલી ફાર્માને વિદેશમાંથી અંદાજે રૂ. 600 કરોડના ઓર્ડર મળ્યા

મુંબઈ, મુંબઈ સ્થિત વૈશાલી ફાર્મા લિમિટેડને એન્ટિબાયોટિક્સ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની ખરીદી માટે વિદેશી ખરીદદાર પાસેથી 73.85 મિલિયન અમેરિકી ડોલર (અંદાજે રૂ. 600 કરોડ) ના બહુવિધ ઓર્ડર પ્રાપ્ત થયા છે. Vaishali Pharma received orders worth USD 73.85 million (Approx Rs. 600 crore) from overseas buyers

કંપનીએ વિદેશી ભાગીદારો સાથે જરૂરી પ્રક્રિયાઓ પૂરી કરી લીધી છે અને લાંબા ગાળાના સંબંધો માટે વિવિધ સંભાવનાઓ પર ચર્ચા કરી છે અને તેમની પાસેથી વધુ ઓર્ડર પ્રાપ્ત કરવા માટે આતુર છે. આ ઓર્ડરનો અમલ 6 થી 8 મહિનાની અંદર કરવામાં આવશે અને કરારની સંમત શરતો અનુસાર પ્રારંભિક એડવાન્સ ચુકવણીને આધીન રહેશે.

વૈશાલી ફાર્મા લિમિટેડ એ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં સૌથી ઝડપથી વિકસતી અને બહુમુખી કંપનીઓમાંની એક છે. તે સ્થાનિક અને નિકાસ બંને બજારોમાં મજબૂત હાજરી ધરાવે છે અને હાલમાં તમામ અગ્રણી ભારતીય અને બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપનીઓની સપ્લાયર છે. કંપની સમગ્ર વિશ્વમાં સેમી-રેગ્યુલેટેડ અને નોન-રેગ્યુલેટેડ માર્કેટ્સમાં કામ કરે છે. કંપની ફિનિશ્ડ ફોર્મ્યુલેશનમાં કુલ 250+ બ્રાન્ડ ધરાવે છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં નોંધાયેલ છે.

આ અંગે ટિપ્પણી કરતાં વૈશાલી ફાર્મા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અતુલ વસાણીએ જણાવ્યું હતું કે “અમને જણાવતાં આનંદ થાય છે કે અમને એન્ટિબાયોટિક્સ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની ખરીદી માટે વિદેશી ખરીદદાર સાથે 73.85 મિલિયન અમેરિકન ડોલરનો ઓર્ડર મળ્યો છે. છેલ્લા 6 મહિનાથી તેમની સાથેના કમ્યૂનિકેશનનું આ પરિણામ છે.

આ ઓર્ડર કરારની સંમત શરતો અનુસાર પ્રારંભિક એડવાન્સ ચુકવણીને આધીન છે અને આ ઓર્ડર પર 6 થી 8 મહિનાની અંદર અમલ કરવામાં આવશે. અમારી કંપનીની નીતિ મુજબ અમે વિદેશી કંપની સાથે ડ્યૂ ડિલિજન્સ અને સંબંધિત કરારો કર્યા છે. અમે લાંબા ગાળાના સંબંધો માટે કંપની સાથે વિવિધ સંભાવનાઓ પર ચર્ચા કરી છે અને અમે તેમની પાસેથી વધુ ઓર્ડર મેળવવા માટે આતુર છીએ.

1989માં સ્થપાયેલી વૈશાલી ફાર્મા લિમિટેડ વિશ્વભરની કંપનીઓ દ્વારા સ્વીકૃત ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો સાથે વૈશ્વિક સ્તરે સારી રીતે વિશ્વસનીય બ્રાન્ડ છે. કંપની ફાર્મા પ્રોડક્ટ્સ – બલ્ક ડ્રગ્સ/એપીઆઈ, ફોર્મ્યુલેશન્સ, સર્જિકલ પ્રોડક્ટ્સ, વેટરનરી સપ્લિમેન્ટ્સ, હર્બલ અને ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સના સપ્લાયમાં અગ્રણી કંપનીઓમાં સામેલ છે,

જે વિશ્વભરમાં વિવિધ ક્લાયન્ટ્સને તેની ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ અને સેવાઓ માટે જાણીતી બ્રાન્ડ પૂરી પાડે છે. કંપની પાસે 250 થી વધુ ફોર્મ્યુલેશન બ્રાન્ડ્સ છે જે બહુવિધ દેશોમાં માર્કેટિંગ કરે છે

જેમાંથી ડોઝિયર તેના સંબંધિત જૈવ સમતુલા સાથે સીટીડી ફોર્મેટમાં છે. કંપનીએ લગભગ 250 ડોઝિયર્સની મજબૂત પાઇપલાઇન બનાવી છે. WHO-GMP મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ સાથે કંપનીના સિનર્જિસ્ટિક સહયોગને ક્લાયન્ટ્સ સાથેના ઉત્તમ તાલમેલ દ્વારા સમર્થન મળે છે.

કંપની કોર્પોરેટ, હોસ્પિટલો અને રિટેલ સ્ટોર્સને જરૂરી તમામ એસકેયુમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના સપ્લાય સાથે સંકળાયેલી છે. કંપનીના ઉત્પાદનોએ વિદેશી બજાર પર તેની પકડ બનાવી છે અને વિશ્વભરમાં ઉત્તમ પ્રતિસાદ મેળવ્યો છે. કંપની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેના ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરીને સતત ચપળતા અને નવીનતા દર્શાવે છે.

વૈશાલી ફાર્મા લિમિટેડ અમારી પરિવર્તન યાત્રામાં અડગ રહેવાનું ચાલુ રાખે છે, વૃદ્ધિના વધારાના માર્ગોનું નિર્માણ કરે છે અને સાથે સાથે સંસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની માને છે કે “ગુણવત્તા એ સંબંધ બાંધવાની અને ટકાવી રાખવાની સતત પ્રક્રિયા છે.” ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવાની અમારી મજબૂત પ્રતિબદ્ધતાને ઉંડાણપૂર્વકના ઈન્ડસ્ટ્રી નોલેજ, સારી લાયકાત ધરાવતા વ્યવસાયિકોની ટીમ તેમજ હાઈ-ટેક અને અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા વેગ મળે છે જેના પગલે સામેલ તમામ પક્ષકારો માટે પરસ્પર લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.