દિલ્હીમાં મૂળ મ્યાનમારની મહિલાનું અપહરણ કરી રેપ
નવી દિલ્હી, સાઉથ ઈસ્ટ દિલ્હી જિલ્લાના કાલિંદી કુંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી મૂળની એક મહિલાનું અપહરણ કરીને તેની સાથે ગેંગરેપ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલો ૨૩ ફેબ્રુઆરીનો છે. મ્યાનમાર મૂળની એક મહિલાએ પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી અને ઓટો ડ્રાઈવર સહિત તેના અન્ય ચાર સાથીદારો પર અપહરણ અને રેપનો ગંભીર આરોપ લગાવ્યો છે.
પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર પ્રમાણે ગેંગરેપની ઘટના રવિવારે બની હતી જ્યારે એક ઓટો ડ્રાઈવરે મ્યાનમાર મૂળની મહિલાને તેની ઓટોમાં બેસાડી અને પછી તેના નાક આગળ કપડું નાખ્યુ જેના કારણે તે બેહોશ થઈ ગઈ. હોશમાં આવ્યા બાદ પીડિતાએ જાેયુ તો એક રૂમમા હતી જ્યાં ઓટો ડ્રાઈવર સહિત તેના ચાર સાથી હાજર હતા. ત્યારબાદ ચારેય નરાધમોએ વારા ફરતી આખી રાત તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
દાખલ કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે પીડિતા સાથે મારપીટ કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. તે સમયે પીડિતા ખૂબ જ ડરી ગઈ હતી.
ત્યારબાદ તે આરોપીઓએ પીડિતાને એક કારમાં બેસાડીને સુમસામ સ્થળ પર છોડી દીધી હતી. જાેકે, આ દરમિયાન અન્ય સીખ યુવકોએ તે મહિલાને એકલી જાેઈ તેમની સાથે લઈ ગયા હતા અને પોતાના ઘરમાં ભોજન કરાવ્યુ અને જરૂરી મદદ કરી હતી.
બંને શીખ યુવકોએ તે પીડિતાને તેના ઘરનું એડ્રેસ પૂછ્યુ અને વેસ્ટ દિલ્હી સ્થિત વિકાસપુરીમાં તેમના ઘર સુધી પહોંચાડી હતી. પીડિતાની ઉંમર લગભગ ૨૧ વર્ષની છે જે પોતાની દોઢ વર્ષની પુત્રી સાથે વિકાસપુરી વિસ્તારમાં ભાડાના મકાનમાં કેટલાક સમયથી રહે છે. પીડિતાએ જણાવ્યું કે, તેના પતિની દિલ્હીમાં સારવાર ચાલી રહી છે તેથી તે દિલ્હી આવી છે.
દક્ષિણ પૂર્વ જિલ્લા પોલીસના ડીસીપી રાજેશ દેવે જણાવ્યું કે, ફરિયાદ મળ્યા બાદ કાલિંદી કુંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પરંતુ આ કેસમાં તપાસનો વ્યાપ ઘણો મોટો છે તેથી આરોપ મુજબ તે આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે અને તેની સાથે, પીડિતાના નિવેદનના આધારે, તે આરોપીઓને શોધવા, ગુનાના સ્થળની શોધ અને અન્ય ફોરેન્સિક તપાસ દરમિયાન અમારી ટીમ તમામ પુરાવાઓ શોધવા માટે કામ કરી રહી છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે, આ મામલે ઉલ્લેખિત બે મદદગાર યુવકોના નિવેદન લેવા ઉપરાંત તે વિસ્તારમાં લગાવેલા તમામ સીસીટીવી કેમેરા અને બાતમીદારો દ્વારા મામલાની જડ સુધી જઈને ટૂંક સમયમાં જ તેનો ખુલાસો કરવામાં આવશે અને આરોપીઓની આગામી થોડા દિવસોમાં જ ધરપકડ કરવામાં આવશે. આ મામલાની ગંભીરતાને જાેતા દિલ્હી પોલીસની ટીમે આ મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. SS2.PG